મૃત્યુદંડ – ઉમાશંકર જોશી

ફાંસી દીધી ગોડસેને અમોએ
ગાંધીજીના દેહના મારનારને.
ગાંધીજીના જીવ-ને જીવતાં ને
મૂઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે
પડ્યું અમોમાં : સહુમાં કંઈક
તેને હશે કે કદી મૃત્યુદંડ ?

– ઉમાશંકર જોશી

3 replies on “મૃત્યુદંડ – ઉમાશંકર જોશી”

  1. Rekha shukla(Chicago) says:

    એક્દમ સાચો પ્રશ્ન…ગાંધીજયંતિ દિને પુજ્ય ગાંધીજી ને તથા શ્રી ઉમાશંકર જોશીને નમ્રવંદન.

  2. સવાલ તો હવે ”ગાન્ધિ “‘નામ ના સબ્દ નો ????????????

  3. manubhai1981 says:

    બન્નેને વઁદન !આભાર બહેન્-ભાઇ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *