આભમાં ઝીણી ઝબૂકે વીજળી…

સ્વર – ઉષા મંગેશકર
સંગીત – દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ – સુરઠિયા ની સોન ?

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !

આભમાં ઝીણી….

13 replies on “આભમાં ઝીણી ઝબૂકે વીજળી…”

  1. ક્વચીત્ આ ગીત ગુજરાતી ફીલ્મ ‘જંતરવાળો જુવાન’ માં ન હતુ. તેમાં જે ગીત હતુ તે”કાળી કાળી વાદળીમાં વીજળી જબુકે..

  2. કર્ણ પ્રિય, સુંદર ગીત. કદાચ આ ગીત ૧૯૭૯-૮૦ માં રજુ થયેલી ગુજરાતી ફીલ્મ ‘જંતરવાળો જુવાન’ માં પણ હતુ.

  3. એક પ્રિયતમા પોતાના વહાલાની કેટલી કાળજી રાખે છે તે દર્શાવતુ ખુબજ સમ્વેદનશીલ ગીત.

  4. પરનિતા નાર નિ વ્યથા ……..બહુ જ સરસ સબ્દાકન ………આભ્હાર ………ધન્યવાદ ………….અભિનદાન્દ …….

  5. અરે! જયશ્રીબેન તમે તો ૪૦ વરસ પહેલાનો મારી બા(મમ્મી)નો સ્વર મારા કાનમાં ગુંજ તો કરી દીધો.
    મારીસ્વ્.બા સાતમઆઠમ ના શેરી ગરબામાં બહુ હલકથી આ ને આવા મજાના લોક ગેીતો ને ગરબા ગવડાવતી.
    આભાર….ખૂબ -ખૂબ આભાર.
    રેખા બેની જેમ ઘણા ગીતો યાદ આવી ગયા.

  6. તમને વા’લી દરબારી ચાકરી રે,
    કે અમને વા’લો તમારો જીવ
    ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !…
    આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
    કે ઝીણા ઝરમર વરસે મેઘ…. અને રેડીયા પર આવે ગીત કે..
    તેરી દોટકિયેકિ નૌકરી મે મેરા લાખો કા સાવન જાયે હાય હાય યે મજબુરી..!!!

  7. આજે તમારિ આ કવિતા ઓ જોઈ ને એવુ લાગ્યુ કે કે હુ ફરિ જિવતો થએ ગયો.
    મિતેશ વડગામા

Leave a Reply to Rekha shukla(Chicago) Cancel reply

Your email address will not be published. Required fields are marked *