વારતાનો સાર – ગુંજન ગાંધી

એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે

5 replies on “વારતાનો સાર – ગુંજન ગાંધી”

  1. હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

  2. જયશ્રીબેન,
    બાંકડાનું ગુંજન ગુંજનભાઈ ગાંઘીએ સાંભળ્યું આપણા સુઘી સુંદર રીતે પહોંચાડ્યું. જીવનમાં ઘણા બધા લોકો બેસી ને જાય છે પણ કવિ જેનું નામ જ ગુંજન એ જ લાચાર બાકંડાનું ગુંજન સાંભળી અને સમજી શકે.અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  3. સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
    કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

    nice Sher !!

  4. હું જ બાંધી ના શક્યો સામાનમાં
    બેગમાં ઘર આવવા તૈયાર છે

    – મજાની ગઝલ અને સુંદર અભિવ્યક્તિ… ઘણા સમય પૂર્વે વાંચી હતી ત્યારે પણ ગમી હતી અને આજે સ-વિશેષ ગમી ગઈ…

Leave a Reply to Haresh Cancel reply

Your email address will not be published. Required fields are marked *