લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ – વિહાર મજમુદાર

શબ્દ અને સ્વર રચના : વિહાર મજમુદાર
સ્વર : નિનાદ મહેતા
સંગીત: અમીત ઠક્કર

શમણામાં ફરફરતું.....

લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

પગલે પગલે રજ ગોકુળની, મારગ મારગ વેરી
ગગને છાઈ ઘન વાદળીઓ, શ્યામલ શ્યામલ ઘેરી
શ્વાસ શ્વાસ થઈ સૂર મુરલીનો, વને વહે અવિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું
મ્હોર્યું, મ્હેક્યું નામ શ્યામનું, અંતરમાં અભિરામ,
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

– વિહાર મજમુદાર

12 replies on “લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ – વિહાર મજમુદાર”

  1. માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
    રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું………

    સુંદર રચના અને ગાયકી પણ કર્ણમધુર…

  2. માધવ ક્યાય નથી મધુવનમાં,
    રોમેરોમમાં શ્યામ.
    બહુજ સરસ કાવ્ય રચના.

  3. મારા મુખેથી ચાહે સાંભળવા સાહેલી માધવનુ મધમિઠું નામ…લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ…રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું…..અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ…..મ્હારા રોમરોમમાં શ્યામ..

Leave a Reply to neerav Cancel reply

Your email address will not be published. Required fields are marked *