ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો – રઇશ મનીઆર

આજે સાંભળો આ ઉત્તરાણ પરનું ગુજરાતી ગીત. ગયે વર્ષે તો હિંદી ગીતો સાંભળ્યા હતા, પણ આ વર્ષે મેહુલ સુરતીનું આ પતંગ ગીત સાંભળીને ઉત્તરાણની મઝા બેવડાય જશે…!!

સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, નુતન સુરતી, ધ્રવિતા ચોક્સી

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

સરગમ…

એ હે… સનસનન…
ચગે રે ચગે… ચગે રે ચગે…
હે કાયપો છે…!!

અલગ અલગ રંગોના પતગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગળમાં રંગોળી ભરતા
કોઇ સનન.. ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતા
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

હળવા થઇએ પવનની સાથે થોડુ ઉડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર..

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ

ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો

23 replies on “ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો – રઇશ મનીઆર”

  1. મસ્ત છે મને બવ ગમે છે, અત્લે મે ગુગલ પર્થિ સોધિ લિધુ

  2. ખુબ જ સરસ ગીત અને સ્વર તેમજ સંગીત પણ. જયારે સાંભળીયે ત્યારે પગ અને મન નાચવા લાગે.
    મારી જાણકારી માટે પૂછી રહી છું આવા ગીતો ની શું આપની પાસે cd છે? હોય તો નામ જાણી શકું?

  3. જયશ્રીબેન,
    સુંદર ગીત, અતિસુંદર સ્વર અને અઘિક સુંદર સંગીત આ બઘું પતંગ ચગાવતી વખતે રેડિયોમાં ગવાતુ હોય તો આનં ચાર ગણો થઈ જ જાય સૌ ને ખુબ ખુબ અભિનંદન. જયશીબેન સાથે તમને પણ. ગુજરાત, ગુજરાતી અને ગુજરાત ના આવા ઉત્સવ ઉજવનારા સૌ ને અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  4. I have heard this lively song earlier,but it has disapperd now!!! see you can catch it and put it back. Thanks.
    Vijay K

  5. આ ગીત તો સેંકડો વાર સાંભળ્યું હતું પણ રઈશભાઈએ લખ્યું છે એ વાત આજે જ જાણી… ટહુકો પર સુરત-સ્પેશીઅલ સપ્તાહ ચાલે છે કે શું? ગૌરાંગ ઠાકર, ગનીચાચા, મુકુલભાઈ અને સળંગ બબ્બે દિવસ રઈશભાઈ….

  6. વાહ, ખુબ જ મજા આવી ગઈ… આભાર જય…
    (આ સાંભળીને અહીં જરાક ઉત્તરાયણ જેવું લાગ્યું ખરું હોં !)

    વેરી ગુડ વર્ક મેહુલ… ખુબ ખુબ અભિનંદન!!
    ત્યાં બેઠા બેઠા પણ તેં અમને નચાવી દીધા ખરા…! 🙂

  7. Happy Uttarayan to all the listeners of tahuko and Jayshree didi.Right song at right time.Keep it up Mehul kaka and Jayshree didi

  8. E Kaipo Che….Superb song…Thanks Jayshree… After So Long Time listen a audio song on your site… Keep It up….May God bless U

  9. હુ ગુજરાતી રે હુ ગુજરાતી રે ઉદે ઉદે રે પતગ ગુજરાત નો વાહ સરસ મજા પદિ

  10. ટહૂકો, જયશ્રીબેન અને બધા મિત્રોને મકર સંક્રાંતિની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ … !!

Leave a Reply to Umesh Thakkar Cancel reply

Your email address will not be published. Required fields are marked *