કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી – મીરાંબાઈ

સ્વર – અભરામ ભગત અને સાથીઓ

હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.

હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી

હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.

હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….

હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ … હે જી રે કર્મનો સંગાથી.

– મીરાંબાઈ

(શબ્દો માટે આભાર – સ્વર્ગારોહણ.કોમ, AudioFile માટે આભાર – નિતિનભાઇ પટેલ)

10 replies on “કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી – મીરાંબાઈ”

  1. ખૂબ સરસ …..

    ભાઈ ગુજરાતી બ્લોગ માં કાઈ સફળતા મળે છે.હું બ્લોગ વિશે વિચાર કરું છું. પ્રતિસાદ આપજો

  2. થન્ક્સ જે જ્હેમત તમે ઉથાવો ચ્હો એ માતે.આભાર્

  3. thank you all of your team , i thought you will not going to uplode this beautiful bhajan . you are doing very wonderful job. thanks again

  4. હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી. હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી. એકલડા આવ્યા ને એકલા જાવાનુ કોઇ નથી કોઇનુ
    થયુ કે થાવાનુ…જેવી કરે છે કરણી તેવી તુરત ફળે છે…કોઇ લાખ કરે ચતુરાઈ કરમકા લેખ મીટે નહી ભાઈ…અને તો પણ હુ કરુ ,હુ કરુ એજ
    અજ્ઞાનતા…!!!

  5. શબ્દો ને ગીત જુદા પડે છે.

    મનહર ઠક્કર, શિકાગો

    • જુના, સત્ય ઉજાગર કરનાર, લોકજીભે રમનાર સુંદર ગીતો, ભજનો સાંભળવા, માણવા ગમે છે.. ધન્યવાદ tahuko. com…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *