ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ – આજે આશિતભાઇના સ્વર અને સંગીત સાથે ફરી એકવાર…

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

સંગીત : આશિત દેસાઇ
સ્વર : આશિત દેસાઇ – હેમા દેસાઇ
આલ્બમ : પાંખ ફૂટી આભને…

.

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

20 replies on “ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ”

  1. અડગ અને અચળ ખુમારી વ્યક્ત કરતી ખૂબ જ સરસ અને પ્રેરણા દાયક ગઝલ…

  2. શુ સરસ અને ખમિર વાલિ વાત કરેલ……….. ધન્ય ધન્ય્

  3. ભલે દર્દ આપ્યુ તમે દિલ દઈને ,જિતડવા તમને હારિ જવાના

  4. birds are up in the sky
    is it net wich need to fly?
    grab the grace not ground
    to feel them sorry and shy……..

  5. સશક્ત રચના, સુંદર સ્વરાંકન
    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  6. આશિત હેમા સ્વરર્મા
    પાંખ ફૂટી આભને…મધુર મધુર ગાયકી

  7. સરસ રચના
    વાચનાર-માણનાર નો વિલપાવર વધારતી રચના

  8. ખૂબ સુંદર રચના!

    હરાવી ય જવાના ને હારી જવાના!

  9. Excellent consistency and excellent message. Also, very strong selection of words that give a great punch. Every pair of lines give an unexpected but well connected message. I am impressed! Vinod Joshi has also excellent poetry but difficult to grasp.

Leave a Reply to કુણાલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *