ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને – મુકુલ ચોકસી

આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!

914032380_c58a4c3c32_m

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

16 replies on “ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને – મુકુલ ચોકસી”

  1. અતિસુન્દર રચના! કવિશ્રી નો તથા જયશ્રીબહેન નો આભાર માનિએ તેટલો ઓછો પડે તેમ છે.

    સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
    બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

    લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
    પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

    વાહ! અદ્ભુત!

  2. પ્રેમ્ ની પરાકાશટાએ પહોચિ નેપણ કવિ પાસે પ્રેમિકા ન હોવા ચ્હતા, કવિ દરેક સ્થળે યાદ કરે !! તેને કવિ ચુમવુ કહેચ્હે. આ ત્મારિ આગિ શેલિ ગમિ ગૈ. મુકુલ્ભૈ.. અનેઅમને દિવાના બનાવિ દિધા આ ગઝલે. મઝા આવિ ગૈ. બન્સિ પારેખ્.૦૭-૧૫-૨૦૧૩ .

  3. અરે …………આફરિન થૈ ગયો મુકુલ ભૈ
    સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
    બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

  4. VERY GOOD WEBSITE.
    WOULD YOU PLEASE SEND CONTACT NUMBERS OR EMAIL ETC.FOR MUKULBHAI AND RAISHBHAI.
    I WANT TO SEE BOTH NEXT YEAR WHEN I COME TO INDIA
    CHIMAN CHITALIA


  5. jayashriben

    I AM IN USA.MY FRIEND FROM GHATKOPAR BOMBAY INTRODUCE YOUR SITE LAST YEAR.SINCE THEN I AM
    LISTENING YOUR MAJANO TAHUKO.PLEASE EMAIL ME
    SOME MORE INFORMATION FOR MUKULBHAI;RAISHBHAI
    AND MEHUL SURTI. I KNOW THEY ARE FROM SURAT.
    MY DREAM
    WHEN I COME TO INDIA PROBABLY NEXT YEAR I WANT TO MEET THEM IF POSSIBLE
    THANK YOU VERY MUCH
    CHIMAN CHITALIA

  6. પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
    વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

    પ્રેમ ની પરાકાસ્ટા,,,

  7. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું .
    પંક્તિનો છેલ્લો શબ્દ ચૂકાઈ ગયો છે.

    અત્યંત સુંદર અને નિતાંત ગઝલ.

  8. મને ખૂબ ગમતી ગઝલમાંની એક ગઝલ .કવિના સ્વમુખે ગઝલ સાંભળવાનો લ્હાવો તો ઔર જ છે અભિનંદન અને શુભેચ્છાઓ !બધાય શેર એક બીજાથી ચડિયાતા છે

    પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
    વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

    આ શેર પ્રત્યે મને હંમેશા વધારે લગાવ રહ્યો છે

    આફરીન ! કવિ સુધી મારી દાદ પહોચાડશો

  9. શુ કરુ ફરિયાદ્ તને ,
    ફરિયાદ મા ફરિયાદે ચે
    ફરિ ફરિ ને યાદ તારિ અ જ
    મારિ ફરિયાદ ચે

  10. મુકુલભાઈની લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ પ્રાણપ્રશ્ન બની રહે એમ છે…

  11. બે ગઝલ વચ્ચેનો સમયગાળો એટલે નિગાહ અને નિકાહ વચ્ચેનો સમયગાળો! બસ એકબીજામાં ઓતપ્રોત થઇ જવાનું! ને જિન્દગીની ગઝલો લખતા જવાનું!
    સુંદર રચના!

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *