સૂરની તારી ધાર – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)

લયસ્તરો પર વિવેકે ગીતાંજલીનો અનુવાદ મુક્યો, તો મને સ્હેજે યાદ આવ્યું કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના કેટલાક ગીતોનો અનુવાદ અને એમનું એકદમ તાજ્જુ સ્વરાંકન મને અસીમભાઇ-માધ્વીબેન પાસેથી મળ્યું છે – એનો બીજો ભાગ તમારી સાથે વહેંચી લઉં..!

 સ્વર-સ્વરાંકન : માધ્વી – અસીમ મહેતા

આલબમ – રવીન્દ્ર ગુર્જરી

સૂરની તારી ધાર વહે જ્યાં એની પ્રેરક પારે,
દેશે કે શું વાસો મને એક કિનારે? – સૂરની..

મારે સૂણવી એ ધૂન કાને
મારે ભરવી એ ધૂન પ્રાણે
સૂરધૂને એ ઊરવીણાના બાંધવા મારે તાર, વારંવારે – સૂરની..

મારા આ સૂનકારે
તારા એ સૌ સૂરેસૂરે
ફૂલની ભીતર રસ ભરે તેમ
ગુંજી રહે ભરપૂરે
મારા દિન ભરાશે, જ્યારે
કાળી રાત ઘેરાશે ત્યારે
ઉરે મારે ગીતના તારા ચમકી ઉઠે હારેહારે – સૂરની.

– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)

17 replies on “સૂરની તારી ધાર – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. – પિનાકીન ત્રિવેદી)”

  1. કાવ્યનો સુન્દર લયબધ,તલબધ કર્યો સે,શબ્દો અને સુરનુ તાદત્ય્મય સુમધુર સે.ખુબ ગમ્યુ.(i m using se instead of chhe.bcs.i can ‘t found proper alternative in english font.)

  2. 500 songs translated into Gujarati titled “Geet Panchshati” has been published by
    Sahitya Academy. Translators are Nagindas Parekh, Ramanbhai soni, Umashankar Joshi etc.
    this particular song also has been sung beautifully by Madhaviben and Asimbhai.
    thanks for sharing original version also.

  3. અવાજ તો ઘણોજ મીઠો છે.
    ગુજરાતીમાં વિવેચન કરયું હોતતો વધારે મજાં આવત્.
    શું કહેવા માગે છે તે સમજાય તો વધારે આનંદ લઈ શકાય.

  4. સુમધુર કંઠે ગવાયેલું કર્ણપ્રિય ગીત અનુવાદકનું નામ મળે તો જરૂર જણાવશો.

  5. Sraboni Sen no madhur bangla swar sambhalva nee tak aapva badal aabhar.emna photo sathe sambhalta emnee same besi ne manta hoie madhur swar evi anubhuti thai.thanks.

  6. માધવિ અસિમ,
    અનેક અભિનન્દન !!સુન્દર સ્વરાન્કન અને અવાજ પણ કર્ણપ્રિય…

    વિહાર મજમુદાર

  7. સ્રબોનીજીના સુમધુર કઁઠે ગવાયેલુઁ આ ગેીત
    ઘણુઁ જ સરસ લાગ્યુઁ.અનુવાદ અર્થપ્રદ છે.
    રવિન્દ્ર સઁગેીત આપવા બદલ આભાર !

  8. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું આ 150મુ જન્મજયંતી વર્ષ છે… એ પ્રસંગે આ રચના ઉચિત રીતે એમનું પુણ્યસ્મરણ કરાવે છે…

    બંગાળી ભાષા સાંભળવી વધુ ગમી.. ગુજરાતી અનુવાદ કોનો છે?

    • કવિવરના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણી અહિંના બંગાળી સમાજે કરી હતી – એ ૩ દિવસના કાર્યક્રમમાં એક પ્રોગ્રામ એમના ગુજરાતીમાં અનુવાદ થયેલા ગીતોની પ્રસ્તુતિનો હતો. એ પ્રોગ્રામ માટે ખાસ આ ગીત અને બીજા થોડા ગીતોનું સ્વરાંકન થયું છે.

      મારી પાસે શબ્દોનું સ્કેન કરેલું પાનું છે એમાં અનુવાદ કર્તાનું નામ નથી. વધુ માહિતી મેળવવા પ્રયત્ન કરીશ.

  9. બહુજ સુમધુર ગાન , અને , બહુ જ સુમધુર કન્થ , સુમધુર બોલે , બન્ગલા ગેીતો ………………આબ્ભ્રર……….નેી…….અભિનદન

Leave a Reply to Uma Cancel reply

Your email address will not be published. Required fields are marked *