ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.

રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.

પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.

ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.

દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

15 replies on “ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

 1. chandralekh rao says:

  ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
  મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.સુઁદર અભિવ્યક્તિ..

 2. jayshree says:

  બ હુ સ ર સ ચ
  જ દ ગઇ મા બ ધુ અવઉ થા ય ચ્હ

 3. Hasit Hemani says:

  દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
  ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે…….. ક્યા ખુબ..ક્યા ખુબ
  અખાના ચાબખા યાદ આવી ગયા

 4. navlik rakholia says:

  good

 5. Suresh Vyas says:

  “દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
  રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.”

  ईश्वर नी लीलाओ अलग स्थळे अलग होय छे।
  संतो नी लीला ओ पण तेम घणी होय छे।
  तीर्थोमां फरवाथी आ यादो ताजी थाय छे।
  तीर्थो नो तेवो हहिमा छे॥

  “દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
  ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે”

  प्रदक्षिणा करी ने भक्त पोताने अने भगवानने कहे छे –
  हे प्रभु मारा सर्व कर्यो हुं तने केन्द्रमां राखी ने
  तारी सेवमां हम्मेश करीश ते मारी प्रतीज्ञा छे।

  भक्ति जागे तो भक्तोने समजी शकाय।
  अभक्तो ने भक्तो नु वर्तन मूर्ख जेवु लागे।

  तेथी धर्म कर्म करनार सौने सन्मान देवु।
  तेमने न समजी शकाय तो प्रेमथी नमन करी ने पूछवु।

  જય શ્રી ક્રિશ્ન |
  Suresh Vyas
  skanda987@gmail.com

  • Hasit Hemani says:

   આમાં સાચા ભક્તોનુ અપમાન કરવાનો કોઈ ઈરાદો દેખાતો નથી ફક્ત દંભી અને પાખંડીઓ તરફ ઈશારો કર્યો છે.

 6. Bharat pandya says:

  ઍક બીચારે લખી લખીને લક્યો ઇશ્વર્ને કાગળ
  સરનામામા એમ લખ્યું કે મન્દિર મસ્જિદ આગળ પાછળ
  શેરા સાથે પાછો આવ્યો સરમામુ ના જદ્યું છે
  ત્યારે મને ખબર પડીૅૅકે ઇશ્વરે ઘર બદલ્યું છે
  જરનમન પડ્યા.

 7. SAMIR R DHOLAKIA says:

  ાહ વાહ શુ લખુ શુ ન લખુ? ખબર નથેી ુદ્તેી. વ્યક્તેી ના જેીવન મ કેવા કેવા પ્રસન્ગ ઓ આવે ચ્હ્હે ઈ જોઇ ને મુન્ગે મોધે બધુ જોઇ રહે ચ્હે.ાહ કકેહવુ પદે.

 8. Ravindra Sankalia. says:

  કાબિલેતારીફ ગઝલ છે.ભીતરમા પ્રવેશ્વાનુજ અઘરુ છે.

 9. Rekha shukla(Chicago) says:

  પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
  જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે…….
  ———————————————————————–
  દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
  રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે…….
  ————————————————————————–
  સુખનુ સરનામું આપો…જીવનના તો કોઇ પન્ના પર એનો નક્ષો છાપો…સુખનુ સરનામુ આપો..!!!

 10. આ જ વાતો લય્ને રજેન્દ્રભૈ તમોને વન્દન કર્વ્નુ મન થે …………..આભાર ….ને …હર્દિક અભિનદન

 11. divya parekh says:

  દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
  ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે

  બાહ્ય પદાર્થો મુકી આન્તરયાત્રાની સુન્દર વાત.

 12. સરસ અભિવ્યક્તિ ચ્હે રાજેશભાઈ,પેલા કલાપી કહે તેમ,જ્યા જ્યા નજર મારી ફરે….!!!!.ઍમ જ સમજો…!ભીતર ઉતરવાનુ સરનામુ મળે તો ને? ઍ શોધવા રખડવુ પડે…..!

 13. La'Kant says:

  “ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે”

  લા’કાન્ત / ૬-૯-૧૧

 14. MANOJ VYAS says:

  સુન્દર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *