હો હિંમત તો ટહુકો તું દોર… – રવીન્દ્ર પારેખ

peacock.jpg

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

5 replies on “હો હિંમત તો ટહુકો તું દોર… – રવીન્દ્ર પારેખ”

  1. ટહુકો ચીતરાય નહિ , ચીતર સમ્ભળાય નહિ
    વાત આવી સીધી કવી સમજે ના કેમ?

    સિન્હ કોઈ સામ્ભળીને ત્રાડ એક નાખશે
    તો ગભરાશો નહિ કોઈ.

    -ના હુ કવિ નથી. ખોટુ ન લગડશો.
    જાબુના ઠડિયાનિ લીટી વાચી મને હસવુ પણ આવ્યુ. આભાર.

  2. મારામાં રાખી અકબંધ મને ચોરે
    તું એવો તે કેવો ઘરફોડું?

    વાહ મજા આવી ગઈ…..

  3. અવનવા કલ્પનો લઈને કાવ્યમાં કંડારવા માટે રવીન્દ્રભાઈ જાણીતા છે. ઘણીવાર જ્યાં આપણી કલ્પના અટકતી જણાય ત્યાંથી ઘણીવાર એમની શરૂ થતી હોવાનું પણ અનુભવાય..

    મજાનું ગીત…

  4. વાહ ……. કેટલું મજાનું ગીત … !!! એક એક પંક્તિ લા-જવાબ.. કઈ અહિં પોસ્ટ કરું ને કઈ નહિ એ વિમાસણમાં ૬-૭ વખત આખી ફરી-ફરીને વાંચી પણ તોયે કોઇ એક ન મળી.. આખી જ પોસ્ટ મૂકી દઉં !!!

    અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
    મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
    હો હિંમત તો ટહુકો તું દોર…

    મારામાં રાખી અકબંધ મને ચોરે
    તું એવો તે કેવો ઘરફોડું?
    છતરીની જેમ મને ઓઢી લે આખી
    ને પલળે છે તોય થોડું થોડું

    પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
    હોય જ્યારે કોરુંધાકોર…

    મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
    જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
    વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
    છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

    વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
    જરા આખું આકાશ હવે ચોર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *