જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે – દિલીપ જોશી

જાગે જ્યારે મધુર મધુરાં સોણલા આંખ વચ્ચે
ગુંજે કેવો સ્મરણપટનો તોષ એકાંત વચ્ચે

ભીની વાતો ઝરમર થતી
હોય જ્યાં એકધારી
ફૂલો જેવું મઘમઘ છકી
ઊઘડે સ્વપ્ન-બારી

પંખી આખું ગગન લઇને નીકળે શ્વાસ વચ્ચે
દ્રશ્યો લઇને ભ્રમણ કરતું
આભ ક્યાં આથમે રે?
ઝોલાં ખાતું તિમિર ચળકે
સ્હેજ દીવો રે…

સંધ્યા ઊભી શરમ-ઘૂમટાં તાણતી દ્વાર વચ્ચે
મોંઘી માયા મમત સઘળી
પાથરી પંથ સામે
પ્હોંચી જાતાં પરમ પળમાં
ઓગળી હું ય ઠામે

આઠે કોઠે સમય છલકે મહેંકતા હાથ વચ્ચે
જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે

2 replies on “જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે – દિલીપ જોશી”

 1. Shah Pravin says:

  ભીની વાતો ઝરમર થતી
  હોય જ્યાં એકધારી
  ફૂલો જેવું મઘમઘ છકી
  ઊઘડે સ્વપ્ન-બારી…..
  સુંદર ગીત! સુંદર કલ્પના!

 2. lata.kulkarni says:

  kavitao khub saras!!!! . snehrashminu git sanbhaline aanand thayo.!!!!dhanyavad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *