સપનામાં આવું તો ચાલશે? – આશા પુરોહિત

મુકેશ જોષીનું મારુ પેલું એકદમ ગમતું ગીત યાદ છે? – હું થોડા દિવસ હવે તારામાં રહું?   એ ગીત કંઇક અંશે યાદ આવી જાય એવું બીજુ એક મઝાનું ગીત….

rainbow.jpg

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યાં કરું
ને બસ પૂછ્યાં કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યાં કરું
ને બસ નીરખ્યાં કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?

લાગણીના અણદીઠ્યાં શ્વેત શ્વેત રંગ મહિ
ઇન્દ્રધનુષી એક વાત
સંબંધો જોડવા ઇચ્છાઓ જન્મે
ને ઇચ્છાઓ થામી લે હાથ
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે?

ઇચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે
ને પ્રશ્નાર્થને સમજી તો લે
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર
એ ભાવાર્થને સમજી તો લે
એય,  સાથે રહેવું શું તને ફાવશે?

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

4 replies on “સપનામાં આવું તો ચાલશે? – આશા પુરોહિત”

  1. ને સપનામાં આવું તો ચાલશે?

    બહુજ સહજ રીતે વાતચીતના લહેકામા લખાયેલ કવિતા.

  2. એય, તને બોલાવું ત્યારે તું આવશે?
    પ્રશ્ન પૂછવાની રીત બહુજ ગમી..

  3. વાતચીતના લહેજામા લખાયેલી ખૂબ સ્વાભાવીક, spontaneous કૃતિ. સરળ અને સહજ છતા ઉત્કૃષ્ટ.

  4. ખૂઉઉઉબ સરસ કવિતા!
    બીજી આપો તો સારું અને ગાયેલી હોય તો બહુ સારું.

Leave a Reply to ડોલી જયેશ ઠક્કર Cancel reply

Your email address will not be published. Required fields are marked *