વરસાદ કહે – – રમેશ પારેખ

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…

કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,

છાંટા નહીં, મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…

એકલાં પલળવાના કાયદા નથી – એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,

કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…

11 replies on “વરસાદ કહે – – રમેશ પારેખ”

 1. Nayana says:

  બહુ જ સુદર્

 2. વાહ દોસ્ત ! આ તો અદભુત ગીત… આ ગીત ટહુકોના વાચકો કેમ કરીને ચૂકી ગયા???

  લયસ્તરો માટે રાખી લઉં?

  • Jayshree says:

   લયસ્તરો માટે રાખી લઉં?

   શું મજાક કરો છો સાહેબ… 🙂
   લયસ્તરો નો જેના પર પૂરેપૂરો અધિકાર છે – એવી કેટલીય પ્રસ્તાવનાઓ હું ટહુકોના વાચકો માટે લઇ આવી છું. તો – આ ર.પા. ના ગીત માટે તારે મને આમ પૂછવાનું હોય?

 3. dipti says:

  વાહ્! ખુબ સરસ….

  એકલાં પલળવાના કાયદા નથી – એ વરસાદને જો માહિતી હોત,
  તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,

  કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…

  • Mehmood says:

   ઘિર આઈ ફિર સે … કારી કારી બદરિયા
   લેકિન તુમ ઘર નહીં આયે ….મોરે સજનવા !!!
   નૈનન કો મેરે , તુમરી છવિ હર પલ નજર આયે
   તેરી યાદ સતાયે , મોરા જિયા જલાયે !!
   લેકિન તુમ ઘર નહીં આયે ….મોરે સજનવા !!!

 4. વાહ ! ર્.પા. તમે હમ્મેશાઁ હદ કરો છો !
  ભીઁજાવાનુઁ સૌને ગમે ! પણ એક્લા નહીઁ !

 5. Maheshchandra Naik says:

  વરસાદમાં ભીજાવાનુ કોઈ સહહ્રદયી સાથે હોય તો જ અલૌકિક આનદ આપી જાય છે…….બાકી તો પલળવા સિવાય શું પ્રાપ્ત થાય છે???
  શ્રી ર.પાની રચના લાજવાબ………
  આપનો આભાર………..

 6. shikha says:

  jayshreeben,
  this has been very good work of yours.one request so many gujrati movies have very good songs which are not uploaded any where even not available in proper voice quality.can we get this from tahuko?

 7. RITA SHAH says:

  ટીપ ટીપ બરસા પાની, પાની મે આગ લગાયે.

 8. bakulbhai says:

  સુન્દ્રર ગેીત્

 9. jayesh says:

  ર.પા.નુ ઓર એક વરસાદી ગીત

  આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે
  મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે…

  સુન્દર ગીત માટે આભાર

  જયેશ દવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *