Happy New Year…

નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.. 
૨૦૦૮ નું વર્ષ અને આવનાર દરેક દિવસો, વર્ષો પ્રગતિ અને ખુશી લાવે એવી અભિલાષાઓ….

છેલ્લા ઘણા વખતથી ટહુકો પર ગીતો streaming બંધ છે, અને CPA ની પરિક્ષાઓ તથા અંગતજીવનની વ્યસ્તતાને લીધે આ બાબત પર હું વધારે ધ્યાન નથી આપી શકી, એ માટે આપ સૌની માફી પણ ચાહું છું.

અને સાથે ખાત્રી આપું છું કે ટહુકો ફરીથી ગૂંજશે.. બસ મને થોડા સમયની જરૂર છે..!! 

જો કે આમ તો ટહુકો પર દરરોજની એક ગીત – ગઝલ – કવિતા આવશે જ….  ભારતીય સમય પ્રમાણે સવારે ૫.૩૦ વાગે… !!

ફરી એક વાર : Wish you all Happy New Year..!!

6 replies on “Happy New Year…”

  1. સૌ ને નૂતન વર્ષાભિનંદન!નવા વર્ષે નવો સંકલ્પ કરીએ કે મારે માનવ બની દેખાડ્વુ…

    જૂના વર્ષમાં થયેલી ભૂલોને નવા વર્ષમાં સુધારીએ, એકમેક સાથે સંપથી હળીમળીને રહેવા સુમેળભર્યું વાતાવરણ ઉભું કરીએ, કોઇ તરફથી થયેલી ભૂલને માફ કરીને તેને સ્વીકારી લઇએ અને આપણી ભૂલોની માફી માગીને પ્રેમ આપીએ. બસ, મનની બધી જ કટુતા ભૂલાવી એક એવી મીઠાશ ભરીએ કે બધેથી વેરઝેર, કડવાહટ, દુશ્મનીનો કાયમ માટે અંત આવે.. આવો સાથે મળી સૌ સંકલ્પ કરીએ, નવા વર્ષમાં સૌના જીવનમાં સ્નેહ ભરીએ!

    ઇશ્વર હ્રદય થી અનુભવાય છે..સ્વર્ગ અને નરક એ તો મનુષ્યનાં ચિંતનની અવસ્થાઓ છે. મોતને અટકાવી ન શકાય પણ સુધારી તો શકાય.

    નૂતન વર્ષાભિનંદન!
    પ્રશાન્ત-પ્રીતિ સોની

  2. નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ .. અને પરીક્ષાઓ માટે wishing u best of luck ..

    આવનારા વર્ષોમાં ટહુકો વધુ ને વધુ સુરીલો બને અને એનો સ્વર વધુ ને વધુ વિસ્તરે એવી અંતરની પ્રાર્થના ..

  3. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ….

    પરીક્ષાઓ અને જીવનની વ્યસ્તતાઓ સાથે ઝડપભેર સાનૂકુળ થઈ તું પાછી ફરે એની અમે રાહ જોઈશું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *