ઘટમાં – મકરન્દ દવે

કવિ શ્રી મકરન્દ દવેની સમગ્ર કવિતા સંગ્રહનું નામ જ્યાંથી આવ્યું છે – એ મજાની કવિતા આજે માણીએ..!

સાંયાજી, કોઇ ઘટમાં ગહેકે ઘેરું,
બાવાજી,મુંને ચડે સમુંદર લ્હેરું.

ચકર ચકર વંટોળ ચગ્યો જી
ઈ તો ચ્ગ્યો ગગનગઢ ઘેરી,
નવલખ તારા ડૂબ્યા ડમરિયે ને
તરી રહી એક ડેરી,
ઓ હો સાંયાજી, મારું હેત વધે ને માંહી
સુંદર મૂરતિ હેરું.

ખોબો ઢૂળનો કૂબો બણાયો ને
બૌત હુવા ખુશ બંદા,
એક ઘણીયે લગાયા ધક્કા
ચૂર ચૂર મકરન્દા,
ઓહો સાંયાજી, મારા કણ કણ કારી
દમ દમ વરસી મ્હેરું,

અકલ કલા મારે હિરદે ઊગી
અચરત રોજ અપારા,
મુઠ્ઠીભર રજકણમાં રમતા
અલખ અલખ લખતારા
ઓહો સાંયાજી, મારે પગલે પગલે
પિયનુ હવે પગેરું.

– મકરન્દ દવે

9 replies on “ઘટમાં – મકરન્દ દવે”

  1. અધ્યાત્મ અને કવિશ્રી મકરંદ દવે એકબીજાના પર્યાયનો અનુભવ એમની દરેક કવિતામાથી થતો રહે છે…….. બે વાર વાંચવાથી જ મર્મને પામી શકાય એવી રચના…..આપનો આભાર…………

  2. મકરન્દ દવેની આ કવિતા વાચીને એક આધ્યત્મિક અનુહ્બવ થાય અદભુત.

  3. ખુબજ સુન્દર કવિતા – કવિ અધ્યાત્મ ના શિખર સોપાન કર્યા હતા તેનો બેનમુન પુરાવો!

  4. વાહ રે મકરંદજી, શું કહેવુ? ઓ હો સાંયાજી, મારે પગલે પગલે પિયનું હવે પગેરું.
    તમારી ઉતમ શબ્દ રચના મનમા વસી ગઈ. હૃદય પુલકિત થઈ ગયું. આભાર!

  5. ચૂર ચૂર મકરઁદા…..બહુ સરસ !
    સાયાજી…તમારે પગલે પિયુનુઁ
    પગેરુઁ શોધાયુઁ તે વિચિત્ર ને ઉત્તમ
    કહેવાય ને ? વાહ વાહ મકરઁદા !

Leave a Reply to Indira Adhia Cancel reply

Your email address will not be published. Required fields are marked *