આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા – ભગવતીકુમાર શર્મા

સાંભળો એ બધા ગીતો કાન સુધી તો પહોંચે… એમાંથી કેટલાક મન સુધી – હ્રદય સુધી જાય..! પણ આ એક ગીત સાંભળો ત્યારે જાણે કાનનું અસ્તિત્વ જ નથી જણાતું..! સ્વર સીધો હ્રદયના ખૂણે ખૂણે પ્રસરી જાય..  અમુક ગીતો એવા હોય કે એના પર નિબંધ લખી શકાય.. અને છતાંયે એક વાર સાંભળો પછી એને બીજી કોઇ વાત કહેવાની જરૂર જ ના પડે.

આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત – ભેગા મળીને એવો જાદુ રચે છે કે… તમે જાતે જ સાંભળી લો! હું તો બસ એટલું કહીશ કે – એક અનોખી દુનિયાની સફર માટે તૈયાર થઇ જાવ.

સ્વર – આલાપ દેસાઇ
સ્વરાંકન – ઉદયન મારૂ

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

21 replies on “આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા – ભગવતીકુમાર શર્મા”

  1. જયશ્રેી, આભર્
    તુ એકેવી વ્યક્તિ છે જે ગુજરાતી સાહિત્યની સેવા કરે છે પણ જરા પણ ‘સેલ્ફ પ્રમોશન’ વગર.
    ગાયકો પોતાને પ્રોમોટ કરે છે. કવિઓ પોતને પ્રોમોટ કરે છે… તુ એ બદ્ધા કરતા નિસ્વાર્થ સેવા આપે છે.
    -વિજય ભટ્ટ (લોસ્ એન્જેલસ્)

  2. ભગ્વતિ કુમાર હમ્મેશા રન્ઝન્તુ ગેીત રજુ કરે, તેમા ઉદયન નુ સન્ગેીત અને આલાપ નો અવાજ્ એત્લે સોનમા સુગન્ધ
    મલ્યા જેવુ થયુને ને . સમ્ભ્લ્વાનિ મજા આવિ, મયુર મારુ

  3. વારંવાર સાંભળીને પણ……… બંધ ના કરી શક્યો….
    અવર્ણનીય….
    જીવતો ધબકાર નામ મીરાં……..

  4. આલાપ દેસાઇ ….સ્વરાંકન – ઉદયન મારૂ…… ખુબજ હળવા સ્વરમાં …ભાવ-વાહી રેન્ડરીંગ ફરી એક વાર અભિનંદન ,હૃદય-પૂર્વક !

  5. I have been great fan of Shri Sharmaji’s writings since I was 15 when I started reading Kumar mag. Recently, I read his writeup in Gujarat Times about this song. I am so grateful for his post otherwise I would have missed this lovely composition sung in most melodious voice of Alapji.
    Being in small town in US so far from our Gujarat and to enjoy such riches of our beloved Gujarati; I can’t tell you how grateful I feel to Sharmaji, Alapbhai, Jayshreeben, word fail to describe my feeling for such touching experiences all of you lead me to with your talents …in the end all I can say is THANK YOU.

  6. “ઉદયન મારુ”,

    જય હો!
    અકસ્માતન,આ મલ્યું. આલાપ!!! દિલથી તન્મય થઈ ગાયું છે!

    તમારો અવાઝઃ ” રાત ખામોશ હૈ ” ક્યાંકથી વહી આવ્યો!તાઝો થયો !
    અભાર !કોનો માનું?
    સ્મૃતિ સાથે જડાઈ ગયેલા ‘તત્ત્વ’ નો ?

    ખાલી જગાનુંય મહત્વ છે જ!
    ને, એટલેજ ” મૌન ” નો મહિમા ઘણો….

    ભગવતીકુમાર શર્મા …શાંત… ગંભીર…મર્મીલા લાગ્યા છે હમેશા
    -લા’કાન્ત / ૧૬-૮-૧૧ .

  7. very well written and equal musical justfication kudos to composer and arrenger too.Though song is sung after beat at many instances lead to mispunctuation of poetry.Aalap is in process of becoming mature in singing,word “SUNKAR” is expected to be sung softly,word it means silence.Aalap sung very well. God bless.

  8. સરસ રચના છે. પણ અપડેસન પછિ બફરિંગ થવા મા વાર લાગે છે. તો સાંભળવાનિ એટલિ મજા નથિ આવતિ… કટ થઇ ને વાગે છે. તો આ બાબતે ધ્યાન આપવા વિનંતિ. જુનુ સરસ રિતે વાગતુ હતુ.

    • If you are having buffering issue then contact your Internet service provider
      They have to increase the bandwith. Nothing wrong with the broadcast of Thuko.com

  9. સર્વાઁગ સુન્દર ઉત્તમ રીતે ગવાયેલા આ ગેીત બદલ
    આલાપજી તમને ઘણા ઘણા આશિર્વાદ અવાજ તો
    સરસ પહાડી છે; પરન્તુ ધેીમા ગાન વેળા શબ્દો ય
    સમજાતા નથી !અચ્છા હૈ કિ બેટા બાપ સે બઢતા
    દિખતા હૈ !શ્રેી શર્માજી અને તમને અભિનન્દન !

  10. રણને ત્યજીને એક નિસરે રે શગ
    એને દરિયે સમાવાના કોડ
    રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
    એણે સમરી લીધા શ્રી રણછોડ
    જળહળમાં ઝળહળનો એવો સમાસ
    જાણે કુંદનની વીટીંમા હીરા
    જીવતો ધબકાર નામ મીરાં…

    અદભૂત શબ્દો અને અદભૂત સ્વરાંકન ..!!
    મજા પડી ગઈ .

    • Khub Saras, Aa Rachana Bhavnagar na Sangitkar Prof.Girirajbhai bhojak saheb e pan khub
      sundar compose kari chhe.

Leave a Reply to Vishal Cancel reply

Your email address will not be published. Required fields are marked *