કાનુડો શું જાણે મારી પીડ – મીરાંબાઈ

સ્વર : દમયંતિ બરડાઇ

સ્વર : રેખા ત્રિવેદી

કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….

હું વૈરાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….

– મીરાંબાઈ

13 replies on “કાનુડો શું જાણે મારી પીડ – મીરાંબાઈ”

  1. KHUB J SUNDER MEERABAI NU “PREM NI PIDA” VYAKT KARTU NE DAMYANTI BARDAI ANE REKHA TRIVEDI BANNE NA SWAR MA GAYELU. MUDHURI PIDA

  2. સરસ મજાનુઁ ગેીત !ગુજરાતમાઁ રઁગ લાવનારાઁ
    મીરાઁબાઇને ,રેખાબહેનને અને દમયઁતીબહેનાને
    કોઇ કદી વીસરશે નહીઁ.સૌનો આભાર !જ.શ્રી.કૃ.

    • રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં…..

      રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
      ઉઘડ્યા કરે લોચન રાધાના શ્રીકૃષ્ણના આગમનમાં
      સ્પર્શેલી વાંસળી તુજને ભુલાવી ભાન છોડી ભાગમાં
      સંતુષ્ટ અધરો પર અતૃપ્ત તૃષ્ણા રહે રાગમાં
      વહ્યા કરે લોહીમાં મોરપીંછા શ્રીકૃષ્ણની આગમાં
      ચાંદની મારે ફુંક ને બળતરા આ ભાનુ માં
      રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં…
      તારલાની રાતે લૈ જા સપના ખુલ્લી આંખના
      શબ્દોના પાલવડે બાંધુ સાજન તુજને વ્હાલમાં
      કાંગરિયે ને ચબુતરે ને આંબે ટહુક્યા મોર
      રટણમાં વા’લા ચરણમાં લેજે મુજને શરણમાં
      રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
      -રેખા શુક્લ(શિકાગો)

Leave a Reply to HEEMA JOSHI Cancel reply

Your email address will not be published. Required fields are marked *