દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી

આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે.
Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

સ્વર – સ્વરાંકન : આલાપ દેસાઇ

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે! .. Photo: Vivek Tailor

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

7 replies on “દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી”

  1. શ્વાસ ચાલે છે ત્યાં સુધી પ્રવાસ ચાલે છે.પછી વિરામ મળે છે.
    ખૂબ સુંદર રચના.
    આલાપ તો મોરનુ ઈંદડુ છે. એને પણ ખૂબ ખૂબ અભિનન્દન.
    આભાર

  2. જવાહાર બક્ષેીનેી સુન્દર રચના અને આલાપનેી મધુર ગાયકેી.
    મઝા પડેી.

  3. જવાહર બકશિની ગઝલ બહુ સરસ છે. આલાપે ગાઈ છે પણ સરસ.બરાબર આલાપમા.

  4. Very well written.
    અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
    હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
    yeh baat! Aalap bhai has done wonders too!

  5. દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
    અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે…..અને તે પણ હાર્ટ એટેક આવી ગયા પછીય….!!!!
    શ્રી જવાહર બક્ષીની ખુબ સુન્દર ગઝલ…!!

Leave a Reply to Rekha shukla(Chicago) Cancel reply

Your email address will not be published. Required fields are marked *