વરસાદમાં – ભગવતીકુમાર શર્મા

યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.

મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.

આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.

– ભગવતીકુમાર શર્મા

16 replies on “વરસાદમાં – ભગવતીકુમાર શર્મા”

 1. Keyur says:

  મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
  આભ હેઠું ઊતરે વરસાદમાં.

  મોરના ટહુકા ને સણકા છાતીના;
  કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

  કેટલી અદભૂત રચના !! વાહ …..

 2. Kaushik Nakum says:

  કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
  મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

  રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
  માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

  કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
  કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !

  કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
  કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

  એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
  ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

  લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં,
  છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

  – ‘આદિલ’ મન્સૂરી

  • Rekha shukla(Chicago) says:

   એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
   ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં…બહોત ખુબ. આફરિન..આફરિન..

 3. સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

 4. Ullas Oza says:

  બારીની જળમાં થઈ કાલાપલટ, (“કાયાપલટ”)
  બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

  ખૂબ જ સુંદર વરસાદી ગઝલ.

 5. Hasit Hemani says:

  Tthik chhe chale varasadma.

 6. આ જ વાત , વરસાદ ન દિવ્સો , બહુ જ સરસ , ગંમે ને ગુલાલ કરિ યે…………………..હર્દિક અભિનદન ……આભ્હર ………………….

 7. વાહ્– કેતલિ અદ ભુ ત આ રચના.
  ‘mithi ni khusbu’ and ‘mor na tahuka’
  seems very effectively used in this
  monsoon poem.

 8. બારણુઁ ડુસકાઁ ભરે વરસાદમાઁ !વાહ કવિ !

 9. RITA SHAH says:

  વરસાદની મૌસમ જ કંઇ ઑર જ છે.
  મીઠી મીઠી એની ઠ્ંઙક કંઇ ઓર જ છે.

 10. dipti says:

  યાદ આછી ફરફરે વરસાદમાં,
  આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

  સરસ છે….

 11. બહુ સુંદર કલ્પના.

 12. Rekha shukla(Chicago) says:

  પાતળો કાગળ લઈ આકાશનો;
  કોઇ હોડી ચીતરે વરસાદમાં….!!!વરસાદમાં હોડી ને હોડીમાંય વરસાદ..!
  યાદ આછી ફરફરે વરસાદમાં,
  આંખ ઝીણું ઝરમરે વરસાદમાં….!!!બારણુઁ ડુસકાઁ ભરે વરસાદમાઁ !વાહ કવિ !ઘણી સુન્દર કલ્પનાની રચના..!

 13. Rekha shukla(Chicago) says:

  બેખબર હમ બેફિકર તુમસે મિલતે રહે;
  મિલકે ચલતે રહે…ચલકે મિલતે રહે;
  બરસાત વાલે દિનમેં ન આતી યાદ તુમ્હારી;
  મેહસુસે પરછાઈ પ્યારકી ન છુતી બાત તુમ્હારી;
  બેખબર હમ બેફિકર તુમસે મિલતે રહે;
  મિલકે ચલતે રહે…ચલકે મિલતે રહે;
  પ્યારકે કમ્બલ મેં લીપટતી રહી કાયા;
  ઘાયલ કરતી સાંસે ક્યું ફિર ભી વો છાયા;
  બેખબર હમ બેફિકર તુમસે મિલતે રહે;
  મિલકે ચલતે રહે…ચલકે મિલતે રહે;
  પુરાની યાદોં કી તો હૈ બરસાત સુહાની;
  થનગનતી બુન્દે ખ્વાહિશ કરે દિવાની.
  રેખા શુક્લ (શિકાગો)

 14. La'KANT says:

  “મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
  આભ હેઠું ઊતરે વરસાદમાં.”

  વર્ષાનો અનુભવ ભીતરના અંગત પરિવેશ મુજબ,દરેકને થતો હોય છે!
  <<>>
  ઉભર આતી હૈ, ભીતરકી ઝલઝલાતી આગ સાવનમેં!
  પર હર કિસીકો ના નસીબ હોતી હૈ વો આંચ સાવનમેં?,
  બૂંદે ટપકતી હૈ ઉપરસે બરસાત કી ધારામેં સાવનમેં,
  હર બાર કહાં ઉગતી હૈ હરી ઘાસ મૈદાનમેં સાવનમેં?
  જલધારા દેતી હૈ,-શીતલ એહસાસ ઝેહનમેં સાવનમેં,
  આંચલમેં હોતી કહાં હૈ, વો અનમિટ પ્યાસ સાવનમેં?
  સૂર્ય કિરણે લાતી હૈ સુનહલા પ્યાર-દુલાર સાવનમેં,
  પર હરબાર થોડે હી હોતી હૈ ભીગી મુલાકાત સાવનમેં!
  આનંદ હી આનંદ હોતા હૈ, ભીગે તન-મનકા સાવનમેં,
  હર સાલ પ્રાપ્ત કહાં હોતા હૈ નંગા બચપન સાવનમેં?

  -લા’ કાન્ત / ૮-૮-૧૧ .

 15. Suresh Jain says:

  superb

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *