એમ મળવાનું હવે ક્યાં થાય છે? – દિનેશ દેસાઇ

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?

એક સાંજે આમ છૂટા થઇ ગયા
ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

રાહ જોતો હું કલાકો, યાદ છે
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?

ચાંદની પીધા પછી આ હાલ છે
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?

રાતભર એ ભીંજવી દેતી હતી
જો પલળવાનું હવે ક્યાં થાય છે?

તાપ એનો એટલો, બાળી મૂકે
બસ, સળગવાનું હવે ક્યાં થાય છે?

આખરે કાફર હતી એ છોકરી
આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

હું જ શોધું છું મને આ શહેરમાં
શોધવાનું મન તને ક્યાં થાય છે?

 

10 replies on “એમ મળવાનું હવે ક્યાં થાય છે? – દિનેશ દેસાઇ”

 1. ચાંદની પીધા પછી આ હાલ છે
  રોજ પીવાનું હવે ક્યાં થાય છે?
  -સુંદર શેર…

 2. Shah Pravin says:

  બાળક હતો ત્યારે મુક્તપણે હસતો,
  એમ હસવાનું હવે ક્યાં થાય છે?!

 3. હું જ શોધું છું મને આ શહેરમાં
  શોધવાનું મન તને ક્યાં થાય છે?

  સુંદર ગઝલ

 4. સૌરભ પંડ્યા says:

  રાતભર એ ભીંજવી દેતી હતી
  જો પલળવાનું હવે ક્યાં થાય છે?

  આહલાદક વિચાર છે……

 5. jayshree desai says:

  દિનેશભાઇ,
  ખુબ સુન્દર ગઝલ.
  રોમેન્તિક અને મજેદાર.
  બિજિ ગઝલઓ વાચવેી હોય તો ક્ય મલે?
  અભિનન્દન.
  જયશ્રિ.

 6. neha aacharya says:

  Dear Dinesh Desai,
  very nice gazal.
  i like & enjoy it.
  keep it up.
  with regards,
  neha aacharya,
  Ahmedabad.

 7. dipti says:

  એક સાંજે આમ છૂટા થઇ ગયા
  ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

  આખરે કાફર હતી એ છોકરી
  આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

  આજ તો સત્ય હશે…..

 8. mehmood says:

  ishq namaaji ishq hai kaabaa kar le ishq ka sajda
  ishq ka rutba sabe uncha rab bhi ismein basta
  આજ તો સત્ય છે.

 9. Naresh Shah says:

  એક સાંજે આમ છૂટા થઇ ગયા
  ને ઝગડવાનું હવે ક્યાં થાય છે?

  આખરે કાફર હતી એ છોકરી
  આંખ લડવાનું હવે ક્યાં થાય છે?

 10. MEhmood says:

  રાહ જોતો હું કલાકો, યાદ છે
  રાહ જોવાનું હવે ક્યાં થાય છે?

  એક સમય હતો જામતીતી આપણી ગોષ્ઠિ
  કદિક ગુફ્તગુ ને કદિક ખડખડાટ હસતાતા
  કદિક પૂછ્યા કરતા પરસ્પર વાતો મનની
  ને પછી સરાહતા ઝાલીને હાથ હાથોમાં

  કશુંય નહોતું અંગત કદિય મારે તારાથી
  હતો હું જાણ હૃદય થી રોમ રોમ તારાથી
  કેવા ઉકેલ આપણે લાવતા સમસ્યાઓના
  કેવા દિવસો હતા એ પ્રેમ સભર મૈત્રિના

  હવે ખચકાય તુ પુછતાં મને ‘કેમ છે તું’
  નતો કદી હાલ તારા હવે જણાવે છે તું
  બંધ કરી બેઠો છે મનના બારી દરવાજા
  શિદ અકારણ મુંઝવે શતકને આમ સખે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *