એક સત્તર વરસની છોકરી – વિવેક મનહર ટેલર

…અને એક દિવસ સવારે ફરી એકવાર તમે ટેવવશ કમ્પ્યૂટર પર બેસીને તમારું સૌથી પ્રિય કાર્ય કર્યું… ટહુકો.કોમ પર ક્લિક… પણ ટહુકો ન સંભળાયો… થોડું કુતૂહલ થયું ન થયું અને આપ રોજના કામે લાગી ગયા… બીજા દિવસે ફરી ક્લિક અને ફરી નિષ્ફળતા… ત્રીજા દિવસે પછી વિચારમાં પડી જવાયું… ટહુકો ગયો ક્યાં?

મારો, તમારો, આપણા સહુનો પ્રિય ટહુકો… જે ટહુકો માટે મારો એક દોસ્ત વિવેક જાહેરમાં કહેતો ફરે છે કે સવારે કદાચ કૂકડો બાંગ પોકારવાનું ભૂલી જાય પણ ટહુકો એની પોસ્ટ ચૂકતો નથી એ ટહુકો છેલ્લા એક મહિનાથી આઇસીસીયુમાં હતો… અપગ્રેડેશનથી લઈને જેનું નામ પણ કોઇ દિવસ સાંભળ્યુ ના હોય એ બધી જ સમસ્યાઓ…

મારા ભાગની તકનિકી તકલીફો અને તમારા ભાગની વેદનાસિક્ત પ્રતીક્ષાનો હવે ટૂંક સમયમાં જ અંત આવશે… ટહુકો.કોમ થોડા દિવસોમાં જ ફરીથી પહેલાની જેમ દરરોજ એક નવું ગીત ટહુકાવશે.. પણ એમ થાય ત્યાં સુધી માણો આ એક સાવ નવુંનક્કોર ગીત…

ખાસ નોંધ – ટહુકો પર નવી પોસ્ટની ઇમેઇલ સિસ્ટમ હજુ ફરીથી શરૂ નથી થઇ શકી.. એટલે આ પોસ્ટની અને હવે પછીની થોડી પોસ્ટની તમને ઇમેઇલ નહીં મળે..! પણ મારા પ્રયત્નો સતત ચાલુ જ છે – અને આપના આશિર્વાદ અને શુભેચ્છાઓ મારી સાથે છે, એટલે ટહુકોને ફરી પાછો ચહેકતો મહેકતો અને ટહુકતો થતા હવે વધુ વાર નહીં લાગે.

——————————————-

એના એક સ્માઇલનું ગૂગલ કરો તો પાનાંઓ ખુલશે હજાર...

(એના એક સ્માઇલનું ગૂગલ કરો તો પાનાંઓ ખુલશે હજાર…  )
********

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી,
સાવ સત્તર વરસની એક છોકરી.

ફેસ એનો ફેસ-બુક પર ઝાઝો વર્તાય અને ઇ-મેલ વધારે ફાવે મેલથી,
છોકરા કે આઇ-પેડના એપ્લિકેશન્સ સાથે રાતદિન એ મસ્તીથી ખેલતી,
કયા પિરિયડમાં મૂવી કે લોચો એની જાણ એને હોય છે આગોતરી.
સાવ સત્તર વરસની એક છોકરી.

સપનાંથી ફાસ્ટ ઝીપ…ઝેપ…ઝૂમ ભાગે એવી બાઇકનો છે એને રોમાંચ,
કોલેજના ગાર્ડનમાં એના જ નામના પિરિયડ ચાલે ત્રણથી પાંચ,
પાર્કિંગના બાઇક બધા કરે છે વેઇટ, કોના નામની છે આજે કંકોતરી ?
સાવ સત્તર વરસની એક છોકરી.

એની એક ટ્વિટને ફોલૉ કરવા માટે આખ્ખીયે કોલેજ તૈયાર,
એના એક સ્માઇલનું ગૂગલ કરો તો પાનાંઓ ખુલશે હજાર,
સીડી મળે તો એ ઊલટી કરીને પહેલાં ફેસ જોઈ લે છે જરી.
સાવ સત્તર વરસની એક છોકરી.

કાંટાને સાચવીને સંકોરી રાખ્યા છે, કળી બની છે ભલે ફૂલ,
ઊડતાં પતંગિયાં ને મદમત્ત વાયરાઓ ઝંખે છે એકાદી ભૂલ,
હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
સાવ સત્તર વરસની એક છોકરી.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૭-૨૦૧૧)

—————
અને હા, આ ગીત વાંચ્યા પછી મને તરત જ યાદ આવેલું, કવિ શ્રી પ્રિયકાન્ત મણીઆરનું આ ગીત વાંચવાનું ગમશે?

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી…

37 replies on “એક સત્તર વરસની છોકરી – વિવેક મનહર ટેલર”

 1. Kaushik Nakum says:

  સપનાંથી ફાસ્ટ ઝીપ…ઝેપ…ઝૂમ ભાગે એવી બાઇકનો છે એને રોમાંચ, સુંદર રચના…
  ખુબ આભાર સર.. ટહુકાના ટહુકાને ફરી ટહુકાવવા બદલ…!!

 2. ‘સમજણ’ શબ્દ એ આ આખાય ગીતનો પ્રાણ છે.

 3. Rina says:

  વાહ……

  thank god! tahuko is back…
  missed it a lot..

 4. ગેીત સરસ છે એમાઁ બે મત ના હોઇ શકે !
  કૉમ્પ્યુટરના શબ્દોથી આધુનિકતા આવી છે.

 5. આવાત , યુવાન ને જુલે જુલવો દો , ફરિ કદાચ , ……….જ્અવ્સર ………….આભ્રર્……..બહુજ સરસ કવ્ય …

 6. kunal says:

  બહુ રાહ જોવડાવી

 7. Rishit Jhaveri says:

  Thanks for come back….

 8. Mahendra Shah says:

  Thank You very much for resuming Tahuko.

 9. Viththal Talati says:

  આ કાવ્યના વાંચન પછી આજ પ્રકારનું વર્ષો પહેલાં (ચોક્કસ યાદ નથી પણ, અનિયત
  કવિતા માસિકમાં) વાંચેલ બાદલ લિખિત આ ગીત “સોળમી મૌસમ” પ્રસ્તુત કરું છું.
  એની સ્વરબદ્ધતા પણ, એટલી જ સરસ છે જો સ્વરબદ્ધ કરવામાં આવે તો….
  લીંબોળી એક એક ગોઠવીને એકલી હું, છાનેરું ગણવાને બેઠી..
  મારાથી શરમાઈ નાઠી કેવી હું મને સોળમી તે મૌસમ સઈ બેઠી.
  અલ્લડતા વડલાની ડાળખીથી ફફડાવી પાંખો ઊડી ક્યાંક ગઈ.
  કછોટો મારી હવે અવળી ગુલાંટ ખઇ ક્યાં ડૂબકી દા રમવાની સઈ?
  ઓઢણું જરીક જ્યાં સરકે ટોકે છે માડી , ઓઢો સરખું જરાક બેટી!
  મારાથી શરમાઈ નાઠી કેવી હું, મને સોળમી તે મૌસમ સઈ બેઠી.
  વરવા તે કેમ કરી ઘડીએ ને પલકે કઈ ત્ત્તાક્તામાં તાકવાના ઓરતા.
  આંખોમાં ઊગી ગયા મહુડાના વન અને, ગુલમ્હોર ગાલમાં શા મ્હોરતા.
  લાજી મરાય એવાં શમણાની વાત કહી વહોરવી ના સૈયર ફજેતી.
  મારાથી શરમાઈ નાઠી કેવી હું મને સોળમી તે મૌસમ સઈ બેઠી.
  રૂવાં યે સાવ રોયાં વીંછીના ડંખ થઇ, ચટકે એવાં કે લાહ્ય ઊઠતી.
  ભીતરનાં ભમ્મરિયાં પૂર ક્યાંક તાણી ગ્યા ચેનને હું બાવરી થઇ ખોળતી.
  ઉડાડો, નફફટ થઇ પોપટ ઠોલે છે મને કેસર કેરીની શાખ બેઠી.
  મારાથી શરમાઈ નાઠી કેવી હું મને સોળમી તે મૌસમ સઈ બેઠી.

 10. મીના છેડા says:

  મસ્ત ગીત!!!
  એક સત્તર વરસની છોકરી
  એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી,
  સાવ સત્તર વરસની એક છોકરી.

  ને…

  કાંટાને સાચવીને સંકોરી રાખ્યા છે, કળી બની છે ભલે ફૂલ,
  ઊડતાં પતંગિયાં ને મદમત્ત વાયરાઓ ઝંખે છે એકાદી ભૂલ,
  હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
  સાવ સત્તર વરસની એક છોકરી.

  ને… આ બંને વચ્ચે સત્તરવર્ષનું અલ્લડપણું…
  કવિના વિચારવહેણની સિદ્ધતા છોલોછલ..

 11. rekha joshi says:

  સમજણ નામ રાખ્યુ છે કોતરી…..વાહ….

 12. Deval says:

  yeeeeeeeeeeeeee majjjja padi…abhinandan Vivek sir….

 13. Manish Parekh says:

  Simply Superb! Sorry for english,I love gujarati but I’m in hurry can’t spare time to write in gujarati right now.

 14. Nitin Bhatt says:

  ખુબ જ આન્ન્દ થયો અને સાથે હાશકારો પન થયો કે …. તહુકો સમ્ભલાયો…. અને હવે રોજ જ સમ્ભલાશે…
  અને શરુવાત પન એક સત્તર વરશ ના વ્યકતિ ન સુન્દર આલેખન શાથે…
  Thanks a lot for coming back..
  And yes.. the Kavita is also too good..

 15. ડો.મહેશ મંગળદાસ શાહ says:

  વાહ વાહ વિવેકભાઈ ……………..!!!!!!!!!!!!

 16. હૈયાના તકિયા પર છોકરીએ ‘સમજણ’ એમ નામ એક રાખ્યું છે કોતરી.
  સાવ સત્તર વરસની એક છોકરી.
  આખું કાવ્ય સરસ છે.પણ આ છેલ્લી બે લીટી, દરેક સત્તર વરસની છોકરીઓને માટે એક સમજણનો ઉંચો સંકેત મૂકી જાય છે તેથી વિશેષ ગમી ગઈ.

 17. nikunj shah says:

  વાહ……

  thank god! tahuko is back…

 18. Vibhuti says:

  ટહુકો નહિ તો જગત સુનુ સુનુ

 19. Satish Dholakia says:

  એક્ લામ્બા શુન્યાવકાશ પચિ નુ આગમન અને તે પણ ૧૭ વરસ નિ આધુનિકા સાથે… નવેી તાજગિ સાથે..

 20. Maheshchandra Naik says:

  સૌ પ્રથમ તો ટહુકો ફરી વાર સાંભળવા મળ્યો એટલે આભાર………
  આપની નારાજગી વિષે વિચારી રહ્યા હતા……..ટહુકો વિનાની સવાર અમારે માટે રોજ હતાશ થવાની અને નિરાશા અનુભવવાની હતી, હવે નિયમિતતા જળવાશે એટલી શ્રધ્ધા છે અને આપના બધા વિઘ્નો ઈશ્વરકૃપાથી દુર થઈ જાય એ માટે પ્રાર્થના છે…………
  ડો.વિવેક્ભાઈને અભિનદન, સત્તર વરસની છોકરીને સમજણ ની વાત બહુ સુપેરે કાવ્યમા આપી દીધી………..
  આપનો આભાર…………….

 21. Nizar Chhatriwala says:

  પન્ખિદા ને આ પિન્જરુ સુનુ સુનુ લાગે….નિ જેમ ટહુકા વગર આ કમપ્યુટર ને પણ સુનુ સુનુ લાગતૂ હતુ.
  Welcome back ‘TAHUKO’

 22. dipti says:

  OMG Tahuko is here. Thanks Jayshree.

 23. vimala says:

  ફરિ ટહુકો થયો ને સુન્કર ગયો.
  ૧૭મુ વરસ આવુન્જ હઓય્ એ યાદ કરઅવિયુ તો આભર વિ વેક ભૈ નો…

 24. khimraj says:

  Thanks God, we will enjoy mothertongue kriti’s on tahooko.
  our faverite web.

 25. Pravin Solanki says:

  એક સત્તર વરસની છોકરીની મનોભૂમિકા સરસ રીતે વ્યક્ત કરી છે.

 26. Jayesh rajvir says:

  Aava varsadi mahol ma tame tahuko bandh karo te to julm kahevay. Have saja rupe roz ni double post muko 2 mahina mate. 1 mahino bandh rahyu etle ane 1 mahino vyaj.

 27. Paresh says:

  સુન્દર મજાનુ આ ગીત વાચી મન પ્રફુલ્લીત થઇ ગયુ.
  આધુનીક જમાના પ્રમાણે ચાલતી સવ સત્તર વરસ ની છોકરી.

 28. baarin says:

  આજે મઝા આવિ બહુ દિવસ પછિ એક સારુ ગીત અને એ પણ Dr Rais Sir nu. Superb. Great. His album and books i have I listen to them regularly. please ask Mehulbhai to compose this it will be a killer song!!

 29. baarin says:

  સોરી…..
  ગુજરાતી લખતા લખતા એટલો કન્ટાલી ગયો કે વિવેક સાહેબ નુ દોક્ટર મનિયાર થૈ ગયુ…..
  મારી આટલી ભુલ માફ કરજો…..

 30. baarin says:

  while typing i gujarati I made a blunder wrote name of Dr, rais instead of Dr Vivek. Sorry for mistake and regards

 31. Retd.prof.v.c.sheth says:

  વિવેકના વિવેક સાથે ,અવિવેક કેમ થાય,
  કવિતા મૂકી છે કે આત્મકથનો અંશ.

 32. સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

 33. Kalpana says:

  વાહ વિવેકભાઈ, ખૂબ મજા આવી. આજની સત્તર વર્ષની છોકરીની આ જ મનોદશા છે

 34. RITA SHAH says:

  કલી બની ગઈ ફુલ, એ સતર વરસની છૉકરી.

 35. ટહુકો સાંભળવા મળ્યો એટલે આભાર………ટહુકા વગર આ સુનુ સુનુ લાગતૂ હતુ……..સત્તર વરસની છોકરી જેવી તાજગી મળી…..આભાર……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *