આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં – મકરંદ દવે

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –

ઇષ્ટદેવ તણી છબી રાખે તિજોરીની કને
સહુ કહે છે, એમની ભક્તિ ઘણી ઘેલી, છતાં –

વાહ સત્તા, વાહ સાહેબી, સલામો, શું કહું?
એમણે ગાંધીની વાતો ખૂબ ગજવેલી છતાં –

કેટલા વિશ્વાસથી મેં પ્રેમને પીધા કર્યો
પ્રેમમાં વિશ્વાસની વાણી હતી છેલ્લી, છતાં –

આજ તો કહેવા તુ દે, બસ આજ તું રોકીશ મા
બે’ક આંસુડા ગયા કયાં? હેતની હેલી, છતાં –

એ જ મીના, એ જ મય, એ જામ સામે આ રહ્યાં
પણ હજી સળગે ‘તલપ’ જે તલપ બુઝેલી, છતાં –

એટલી તો છે ખબર, એ જ અહિ દુનિયા મહીં
ને વળી છે એ જ દુખિયારાં તણો બેલી, છતાં –

6 replies on “આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં – મકરંદ દવે”

 1. Shah Pravin says:

  તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી
  ને એમ આવે છે યાદ કોઇ અરે!

 2. parul says:

  There is also a nice album of P.Pu.Makrandbhai’s gazal’s sung by Induben Pandit and Shirish Pandit. Do you have that? If not I can upload (after learning how to…).
  Is this guj. software Mac. friendly?

 3. kiran joshi says:

  સુંદર ગઝલ

 4. Ernest Parmar says:

  ટહુકો.કોમ ને અભિન્દન.

 5. Ernest Parmar says:

  Nice to see ‘TAHUCO.COM.” i LIKE GUJARATI GAZAL,SHARE,SAIYRI,SUGAM SANGIT ETC.wISH U ALL THE BEST.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *