તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી

Once again, Happy Birthday to Dr. Mukul Choksi..!!

સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

.

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

11 replies on “તારા વિના કશે મન લાગતું નથી – મુકુલ ચોકસી”

  1. ભૈ સન્તગીકાર નુ નામ તો લખો!
    સન્ગીતઃ મેહુલ સુરતી

  2. Lovely and heart touching!!!
    સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
    બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ ..

  3. સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
    બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ .. લાજવાબ શેર..

  4. ખુબ સુન્દર શબ્દો, સન્ગિત અને સ્વર્

    મને કરિ તો જુએ કોઇ કરિ તો જુએ મરો હરિ જે કરે તે કોઇ કરિ તો જુએ- આ કદાચ મિરા નુ ભજન મલિ શકે?

  5. wow what a composition and what a singing! great combination of unique music director with unique singer. keep it up. ava j meetha ane madhura geeto bhet karta raho evi shubhechchha. god bless u.

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *