Happy Birthday to Dr. Mukul Choksi

૨૧ મી ડિસેમ્બર..
આપણા વ્હાલા, લાડીલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ. 

મારા તરફથી, તમારા તરફથી, અને ગુજરાતી કવિતા – ગીત – ગઝલના દરેક ચાહક તરફથી મુકુલભાઇને હાર્દિક શુભેચ્છાઓ..!

મુકુલભાઇની કલમના આશિક તો હું ‘પ્રેમ એટલે કે..’ ગીત સાંભળ્યું ત્યારથી જ થઇ ગઇ..  એમના વિષે કંઇ કહેવું એ તો મારા ગજા બહારની વાત છે, પણ હા…  એટલું જરૂર કહીશ કે – Thank You, મુકુલભાઇ.  તમારી કલમે ગુજરાતી ગઝલ – ગીત જગતને જે આપ્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર.

સાથે… આજે સાંભળીએ મુકુલભાઇની કલમે જન્મેલા – અને મેહુલ સુરતીએ સ્વરબધ્ધ કરેલા થોડા ગીતો.

Enjoy…!!

તમારા રૂપની રેલાય છે મૌસમ… તમારા સમ..!!   

પ્રિયતમ.. મારા પ્રિયતમ..     

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…   

તારા વિના નર્મદામાતા…   

ચાલો ફરી પાછા હસતા થઇ જઇએ..   

જુઓ ! ફરી પાછા હસતા થઇ ગયા.. 

 

7 replies on “Happy Birthday to Dr. Mukul Choksi”

  1. બહુ જ સરસ.. જયશ્રી,
    બહુ મજા આવી સાંભળવાની.
    ‘ટહુકો રેડિયો’ની ખોટ આ સાંભળીને થોડી ઓછી થઈ.
    જય

  2. પિંકી,
    ‘તમારા સમ’ ગીતમાં સ્વર અને સંગીત ‘મેહુલ સુરતી’ના છે. ગીત મુકુલભાઇની કલમે લખાયું છે.

  3. Happy Birthday to Mukulbhai

    પણ જયશ્રી “તમારા સમ” ગીત મુકુલભાઈની રચના છે
    પણ એમણે સ્વર પણ આપ્યો છે !!!!

  4. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ .. ભાષાના આ સાધકને .. અને કવિતાના આ પ્રેમીને ..

  5. Many Many Happy returns of the Day to Mukul Uncle.Really Mukul Choksi is a very very good poet and he provides good inspirations to students like us like “bhanvani rutu aavi”Its really good and now also it is sung and remembered by many of us.May god bless you.You are the real star of surat!!!!Once again happy birthday to you

  6. જન્મ દિન મુબારક હો, મુકુલભાઈ…

    સુરતમાં રહેતા હોઈએ તો આટલો ફાયદો થાય કે સવારના પહોરમાં મુકુલભાઈના ઘરે જઈ હાથ મેળવીને શુભેચ્છા પાઠવી શકાય અને ટેબલ પર પડેલી કેક જોઈને મુકુલભાઈ એમનો સજનવાનો એકાદો શે’ર લલકારે તે એમના મોઢે સાંભળી શકાય:

    મેં વીતેલા વર્ષોનો અણસાર બસ આપી સજનવા,
    માત્ર મીણબત્તી જલાવી, કેક નહીં કાપી સજનવા!

    -ફરી એકવાર જન્મદિનની હાર્દિક બધાઈઓ…

Leave a Reply to જય Cancel reply

Your email address will not be published. Required fields are marked *