ચાલ મન ! – વિપિન પરીખ

sun-rays.jpg

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’

કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’

થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.

ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

4 replies on “ચાલ મન ! – વિપિન પરીખ”

  1. આજે જ સવારના સ્વ.વિપિન પરીખને યાદ કરેલા….સાંપ્રત માહોલને … સરળતાથી…
    ઓછા શબ્દોમાં ચીતરી આપ્યો… ખુબ ચોટદાર …લખતા….

  2. Yes,Vipinji has picturize the present selfish attitude of the world in this poem. Me too is searching for the place…..

  3. અદભુત કાવ્ય… વિપીન પરીખના અછાંદસ જેટલા વધારે વાંચું છું, એટલો વધારે પ્રેમમાં પડતો જાઉં છું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *