હવે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ocean1.jpg

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,
ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે.

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે.

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે.

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે.

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે.

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

5 replies on “હવે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

 1. કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
  શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે.

  – અદભુત શેર… વાહ…

 2. sujata says:

  aapni vachhey nu chhetu janmjanmantar havey…….each sher is too good with deep meaning..

 3. Piyush M. Saradva says:

  સરસ

 4. dipti says:

  અદભુત!!

  બધા શેર સરસ!

  “આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે.” અને,

  “ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે.” Each sher has a deep meaning.

 5. dipti says:

  અદભુત ગઝલ.દરેક શેરનો ભાવ સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *