માણસ છું -રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ocean.jpg

હૈયે તો છું  પણ હોઠેથી  ભુલાઈ   ગયેલો માણસ છું,
હું  મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ  ગયેલો  માણસ છું.

સૌ  જાણે છે કે  ચાવું છું  પાન હું  હંમેશા મઘમઘતાં,
હર  પિચકારીમાં  રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા  છે શ્વાસ બધા,
જીવું    છું   ઝાંખું પાંખું હું  ભુંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી  રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

કયારેક   એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક  સાવ બજારૂ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને  કહેવું  હું  મારાથી   રિસાઈ  ગયેલો   માણસ છું.

6 replies on “માણસ છું -રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

 1. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ને જે બે ગઝલોએ મિસ્કીન (ભિખારી)માંથી ગુજરાતી ગઝલાકાશના સમ્રાટ બનાવ્યા એમાંની આ બીજી ગઝલ… પહેલી ગઝલ જે ખૂબ જ મશહુર થઈ છે એ છે આ:

  http://layastaro.com/?p=196

 2. RAJESH JOSHI (IDAR) says:

  ખરેખર મિસરી જેવો આ માનસ સામ્ભલવો ગમે એવો છે.મારુ સદ્ નસીબ કે મે આ કવિ ને રુબરુ સામ્ભ્લયા છે. તેમની કવિતા મા ગહનતા છે . સમાજ નુ પ્રતિબિબ છે. દરેક ને જીવન મા કઇક કમી અનુભવાય છે આ કમી ને કવિ પોતાની કવિતા ઓ મા સારી રીતે આલેખે છે.

 3. Piyush M. Saradva says:

  સરસ

 4. Mehmood says:

  હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
  હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

  Woh gumshuda hoon dhoond raha hai khizr jise
  Woh khizr-e-raah hoon nahin apni khabar jise

  ખુબજ દમદાર શેર…

 5. Rekha shukla(Chicago) says:

  હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું, ..હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું…મિસરી જેવી વાણી પાણી ની જેમ વહે જાયને ખોબો મારો પડે નાનો ને સમય વારો વિસરાઈ જાય ને થાય કે આજે સમય થંભી જાય તો…! ગઈ કાલે શ્રી અશરફભાઈને ત્યાં શ્રી રાજેશભાઈ ને સાંભળવાનો મોકો મળ્યો ને અનેરો આનંદ આવ્યો…આભાર કોનો માનુ ? શ્રેય તો બન્ને ને જાય …ખુબ મજા આવી ત્યારે સોનામાં ભળી સુગંધ ને ફરીફરી સાંભળ્યા શ્રી મધુમતીબેનને..!!માર ડાલા…

 6. બહ સ્ન્દ આ ગ્ત ચ્હ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *