મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો – મનોજ ખંડેરિયા

આખો જન્મારો ફૂંક્યો છે
કેદારો ગીરવે મૂક્યો છે

જળમાં એવું શું કે જળ પર –
નભનો ઓછાયો ઝૂક્યો છે ?

ભરચક ભીડે ઊભી નીરખું
કોને કાજ સમય રૂક્યો છે ?

મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
ત્યાર પછીથી નિત ટહુક્યો છે

ખોબો પીવા ક્યાં જઈ ધરીએ ?
પાતાળ-કૂવો પણ ડૂક્યો છે

– મનોજ ખંડેરિયા

13 replies on “મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો – મનોજ ખંડેરિયા”

 1. prashant says:

  જળમાં એવું શું કે જળ પર –
  નભનો ઓછાયો ઝૂક્યો છે ?

  બહુ ખુબ! જેમ શ્રિ રજેન્દ્ર શુક્લે કહ્યુ કે

  ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
  દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

  મનોજ ખંડેરિયાએ પોતે પણ કહી દિધ્યુઃ

  મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
  ત્યાર પછીથી નિત ટહુક્યો છે

  મનોજ નો ટહુકો ચિરંજીવી રેહેશે.

 2. DEAR TAHUKAJI…..BHAI SHU SUNDER KALPANA CHHE!!! VAH….PATALKUVA …..MORE( PEACOCK)…..
  GBU JSK SANATBHAI….

 3. http://www.aapnugujarat.co.cc

  આ વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે…પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
  (નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવશે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)

  info@aapnugujarat.co.cc

 4. RITA SHAH says:

  જળમાં પ્રતિબિંબ દેખાય નભનુ,સરોવરની પાળૅ મોરનો ટહુકો સંભળાય.
  આભાર મનોજભાઇ.

 5. કવિ અને જયશ્રીબહેનને અભિનન્દન ઘટે છે !

 6. કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલયતથી છલોછલ વધુ એક ગઝલ અહીં માણીને પુલકિત થઈ જવાયું.

 7. Suresh Vyas says:

  સરસ!
  “મોરપીંછાંમાં હાથ ઝબોળ્યો,
  ત્યાર પછીથી નિત ટહુક્યો છે”

  ભ્રશ્ટાચાર ભારતમા જોઈ
  સૂતેલા સિન્હો જાગ્યા છે

  કોયલ મોર ટહુકા ભૂલ્યા છે
  સિન્હો સૌ ગરજી ઊઠ્યા છે

  ‘સ્કન્દ’ કહે સ્વરાજ આવે છે

 8. Mahehschandra Naik says:

  શ્રી મનોજ ખંડેરીયાને સલામ……………………………….આપનો આભાર……….

 9. Sejal Shah says:

  જયશ્રી,
  અગર મળે તો કવિ મીન પ્યાસી નું કબુતરોનું ઘુઘુઘુ સંભળાવો.
  યુટ્યુબ પરથી એની લિંક મળી છે એ મોકલું છું.

  http://www.youtube.com/watch?v=55tfKq_Uxs4

  સેજલ

 10. સાદ્યંત સુંદર રચના…

 11. લગભગ એક મહિનાના લાં……બા અંતરાલ પછી ટહુકો આજે ફરી રણક્યો છે…આનંદ આનંદ થઈ ગયો…

 12. Ketan says:

  હા , બને તો કબુતરો નુ ઘુઘુઘુ મુકજો અને મિનપિયાસિ નિ બિજિ રચના પન સારિ ચ્એ.

 13. k says:

  વાહ ટહુક્યો ખરો…ટહુકો……આનંદૉ…આનંદૉ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *