…કે વરસાદ પડે છે – મુકેશ જોષી

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા...  Photo: Townhall.Com
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા... Photo: Townhall.Com

પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.

મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.

છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.

ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.

યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

– મુકેશ જોષી

( આભાર – Webમહેફિલ.કોમ)

21 replies on “…કે વરસાદ પડે છે – મુકેશ જોષી”

  1. યદ અવતા ભિનિ ભિનિ અમે લખ્યો કગલ કે વરસાદ પદે

    સમેથિ ઉતર અવ્યો અવ્યો કે મે જ મોક્લ્યા વાદલ ક વરસદ પદે………………ખુબજ મસ્ત ગઝ્લ હતિ ગમિ ………………………………… મધુરિ

  2. ૧ વરસ બાદ રિપીટ – ‘ વરસાદ પડે છે’સુંદર ગઝલ. ત્રીજા શેરનો સાની મિસરો કેટલો રોચક છે!પાણીને પાણી નવડાવે… (કવિના કલમપાણિ!)
    જિતુ – ૦૭૭૩૮૭૫૮૨૦૯

  3. યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
    સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

    અમે લખ્યો છે કાગળ કે વરસાદ પડે છે…

  4. ‘કે વરસાદ પડે છે’સુંદર ગઝલ. ત્રીજા શેરનો સાની મિસરો કેટલો રોચક છે!પાણીને પાણી નવડાવે… (કવિના કલમપાણિ!)

  5. બાખૂબ, સરસ રચના.
    પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
    ‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
    આ સાથે અહી USA Madison રહે રહે મને મારું શૈશવ યાદ આવી ગયું.
    સ્કાય સ્ક્રેપેરના ફાય્બેર ગ્લાસ ઠેકતો વરસાદ પડે છે.
    ટપ ટપ ટપાક થડાક પવન વીંઝતો વરસાદ પડે છે.
    વિસરેલા ગામ શેરીની મહેક વેરતો વરસાદ પડે છે..
    દૂર ગામ ફળીના નેવે નેવે ધુંઆધાર વરસાદ પડે છે..
    વસ્ત્રો દફતર પાટી ફંગોળી ચાલો દોડો વરસાદ પડે છે..
    વાદળ જળનાં ફોરાં ઓઢી ઘૂમો નાચો વરસાદ પડે છે.
    કાગળ હોડી માંહ્ય તરતો તરતો વરસાદ પડે છે.
    બા બાપા ભાઈ બહેનના ઠપકા ઝીલતો વરસાદ પડે છે.
    દશમા માળના ભવ્ય રમ્ય ગામ ગલીયોમાં વરસાદ પડે છે.
    શૈશવને લઇ બથ ઝરમર ઝરમર વરસાદ પડે છે.

  6. ગઝલ નો આભાશ દેતુ ખુબ સુંદર ગીત! કઈ કળી ટાન્કુ,બધીજ સુંદર છે. ખાસ તોઃ
    “નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.”

  7. બરસાતમે હમસે મિલે તુમ બરસાતમે
    તાકધી નાક ધિ.
    રિમઝિમ બરસા પાની, પાનીમે આગ લગાઇ.

  8. વાહ, ગુજરાતિઓ ના ભાવતા ભજિયાનિ વાત…વરસાદ નિ સુન્દર રચના માટે ખુબ ખુબ અભિનંદન. અને સૌથિ વધારે અસર તો અહિં મુકેલા ફોટા અ કરિ છે મન પર.

  9. છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
    અભિનન્દન…..
    ખુબજ સુન્દર્
    સુંદર રચના.

  10. મૂકેશભાઈ ! તમારી કવિતા વાંચીને અમને થયું વરસાદ પડે છે.
    યાદ આવી ગયા ઍ દિવસો જ્યારે
    “છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
    મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.”
    આભાર.

  11. આ ગઝલ છે? કે પછી નઝમ ? કે પછી ગઝલનુમા ગીત ?!

    પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
    ‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.

    યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
    સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.

    – આ બે અંતરા ખૂબ ગમ્યા…

  12. યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે….
    સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે….

    છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે…..
    મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે….

  13. મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.
    સુંદર રચના મુકેશ જોષીની…
    આભાર જયશ્રીબેન આ વરસાદ વરસાવવા બદલ…!!!

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *