એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

portrait_qa51_l-sml.jpg
( … ટહુકા સંભળાય તને સહિયર?!!!!!)

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં ?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર ?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી ?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયાર ?

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર ?

-હિતેન આનંદપરા

( આભાર -ઊર્મિસાગર.કોમ)

16 replies on “એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા”

  1. કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
    લથબથ ભીનાશ ક્યાંથી આવી?
    વાહ!

  2. ટહુકા કરતો જાય મોરલો,ટહુકા કરતો જાય.
    એનો ટહુકો હૈયામા વસી ગયો.

  3. સહિયર પાસે દિલ ખોલ્યુ અને તહુકો સમ્ભદયો.સરસ ગેીત્.

  4. વાહ.. ખુબ ગમી ગયું આ વ્હાલુ ગીત..!
    હૈયામાં એક મોર પાળ્યો છે મેં
    એના ટહુકા સંભળાય તને સહિયર ?
    ટહુકા કરતો મોરલો, ચણ ચણતાં પારેવાં…દિલમા સાજનની ભીનાશ..ખુબ સુન્દર…

  5. સરસ ગીત, સ્વરાંકન અને અદભુત ગાયકી…….લથબથ ભીનાશ હૈયુ ભીંજાવી ગયું……………..આપનો આભાર………….

  6. “પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
    ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી ?
    કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
    લથબથ ભીનાશ ક્યાંથી આવી ?”
    બસ આ શબ્દો “લથબથ ભીનાશ” ગીતને રેશમી સુંવાળપ આપી જાય છે.
    પહેલા વરસાદ નો છાંટો મુને વાગ્યો જેવો ભાવ નીપજાવતું ગીત. સાચે જ ગણગણવાનુ મન થાય એવું ગીત.

  7. હૈયામાં એક મોર પાળ્યો છે મેં
    એના ટહુકા સંભળાય તને સહિયર ?
    કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
    એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

    પ્રેમ નો પહેલો અનુભવ અથવા તો એમ કહિયે કે પ્રેમ જેવિ કોઇ લગણી નિ જ્યારે ખબર પડે ને જે સવાલો મન માં આવે અને કોઇ મુગ્ધા પોતાનિ સખિ ને પુછે એનુ સરસ નિરુપણ કર્યુ છે. ખુબ જ સરસ્..પ્રેમ ને માણવો હોય તો આ રચના રોજ વચવિ જોઇએ.

  8. શરુથિ અન્ત સુધિ કઇ પન્ક્તિ વખાનવિ?બહુ સુન્દેર!

  9. કહીએ તો ઘેલા ના કહી એ તો મીંઢા,

    ક્યાં લગ જિવાય કહે સહિયર? ખુબ સુંદર રચના……..

  10. વાહ… મજાનું ગીત… વાંચવું ગમ્યું. વાંચવા કરતાં ગણગણવું ગમ્યું એમ કહું તો ખરું કહેવાય…

Leave a Reply to RITA SHAH Cancel reply

Your email address will not be published. Required fields are marked *