હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…. – વિનોદ જોષી

વિનોદ જોષીનું આ ખૂબ જાણીતુ ગીત.. જે મને એટલું સમજાતું નથી, પણ તો યે ઘણું જ ગમે છે.

sunrise.jpg

સ્વર : મીનાક્ષી શર્મા
સંગીત : ઉદમ મઝુમદાર

.

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઊગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં….

23 replies on “હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…. – વિનોદ જોષી”

 1. ડાબું-જમણું, જાગૃતિ-ઊંઘ, અજવાળું-અંધારું, પરોઢ-સાંજ, ઉગમણું-આથમણું એમ પંક્તિએ પંક્તિએ વિરોધાભાસ લાવીને કવિ કાવ્યનાયિકાના વિરહના ભાવને સુપેરે ઉજાગર કરે છે. સવારે ઊઠતાવેંત જે પ્રિયતમના આગમનના ભીના ભણકારા વાગતા હોય છે એ ભણકારા સાંજના છેડે ઓગળતા અણસારમાં બદલાઈ જાય છે. નવોઢાના મીંઢળ કે પાંપણ-ક્યાંય એના ઓરતા છૂપ્યા છુપાતા નથી… ન જાગી શકાય, ન ઊંઘી શકાય એવી નાયિકાની સ્થિતિનું સુંદર વર્ણન…

  -વિવેક

 2. Ketan Shah says:

  વાહ, મજા આવી ગઈ. આર્કિના દિવસો યાદ આવી ગયા. આ ગરબો રમવાની બહુ જ મજા આવતી હતી.
  Missing U Nisha – On Behalf of all Arkee Lovers

  ઊગમણે ભણકારા ભીના વાગતા
  આથમણે કાંઈ ઓગળતા અણસાર

  મારુ પ્રિય ગીત રજુ કરવા બદલ આભાર જયશ્રીબેન

 3. rs says:

  Jayshree didi mane pan aa geet khub aj gamyu pan samjayu nahi pan vivek bhai na explanation par thi thodu samjayu ek to hu eng med ma chu etle gujarati ma amuk words jemke virodhabhas nahi samjaya !!

 4. મસ્ત ગીત… મજા આવી ગઈ…!

  ચાલ, હવે હું લાપસી બનાવવા જાઉ… 😀

 5. મજા આવી ગઈ…!

 6. ગિતો સાભળિ સકાતા નથી મદદ કરશો.

 7. Miti says:

  There is some error in the second link.
  If you can put “Ek sabar kantha no shahukar” in Nisha’s voice it would be great. thanks

 8. Shivani Popat says:

  ‘Error in opening file’ for second link with the voice of Nisha Updhyay. Please do the needful. Thanks.

 9. indravadan g vyas says:

  આ ગીત વિનોદ જોશી ના સ્વર મા સાભળવની મઝા મે માણી છે અહિ usa મા. આ કવિ નો અવાજ ખુબ ફાકડો છે.

 10. સોલીભાઇવાળી બીજી ઓડિયો લિંકમાં error opening file આવે છે…

 11. Miti says:

  Once again …there is error in this file,I am not able to listen it..thanks

 12. H Joshi says:

  I could not listen the song by Nisha. It prompts “Error on file”..
  Thanks.

 13. Heer says:

  why i am not able to play songs of Mr. Vinod Joshi? Please help me.

 14. Jayshree says:

  Hiral,

  I just tried and both the songs posted here are playing fine. Please try to install latest flash player and try to listen the songs again.

  You might want to check the page :

  http://tahuko.com/?page_id=1345

  for more details.

   

  Thank you,

  Jayshree

 15. Dushyant Barot says:

  amazing

 16. Hemant Upadhyay says:

  સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે..

  We really miss this types of songs.. We miss you Nisha

  (One of the Arkee Lovers, Vadodara)

 17. poonam says:

  nice song 6

 18. vishvas says:

  સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
  સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
  ઊગમણે ભણકારા ભીના વાગતા

  પૂર્વ એટલે ઉગમણી દિશા
  ભારત… પૂર્વ માં આવેલો દેશ છે

 19. Dr.Anil Prajapati says:

  નિશાનો અદભૂત કંઠ અને સોલી કાપડિયાનું સુમધુર સંગીત આ ગીતને ઉત્કૃષ્ટ બનાવે છે.વિવેકભાઇએ ગીતનો ભાવાર્થ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. વિવેકભાઇને આગ્રહભરી વિનંતી છે કે કવિશ્રી તુષાર શુક્લના “તારી હથેળીને દરિયો માનીને” ગીતનો ભાવાર્થ સમજાવશો. પ્લીઝ…

 20. વાહ, મજા આવી ગઈ. આર્કિના દિવસો યાદ આવી ગયા. આ ગરબો રમવાની બહુ જ મજા આવતી હતી. congrats………..

 21. Namita Bhavsar says:

  ખુબ જ સરસ્… મઝા આવિ ગઇ…..

 22. neeta kacha says:

  નીશા ઉપાદ્યાય ના અવાજમા “ડાબે હાથે ઓરુ સાજ્ન લાપસી” ખુબ જ ગમ્યુ. જુના ગુજરાતી ગીતો સાભલવા મલે તો મજા આવી જાય, “હ્જુ રસભર
  રાત તો બાકી રહિ ગઇ” કયા પિક્ચર નુ ગીત? મારી પાસે લખેલ છે. જો વિડીઑ મલે તો ખૂબ આભાર.

 23. Geeta Vakil says:

  મારું મનગમતું ગીત! મઝા આવી ગઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *