ખડકી ઉઘાડી હું તો અમથી ઉભી’તી – વિનોદ જોષી

વિનોદ જોષીની આગવી શૈલીનું વધુ એક ગીત.. ગીત સાંભળતા પહેલા એકવાર ફક્ત શબ્દો વાંચશો તો કવિની કલ્પનાનો જાદુ તરત દેખાશે. એક કવિ જ્યારે પાનની વાત કરે તો એમાં કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો જ હોય ને, કે કંઇ જેવું-તેવું પાન ઓછું હોવાનું? 🙂 અને હા, એ જ કવિ સૂયામાંથી શરણાઇ પણ વગાડી શકે..!

સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

.

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી ‘તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એંકારમાં…
મુને ઉંબર લઈ ચાલ્યો…

21 replies on “ખડકી ઉઘાડી હું તો અમથી ઉભી’તી – વિનોદ જોષી”

  1. યૌવનનાં થનગનાટને વાચા આપનાર આ અમારા ભાવનગરનાં ગૌરવવંતા કવિએ પોતાની આગવી શૈલી દ્વારા કવિવર્ગ કરતા વાચકવર્ગને વધુ પકડી રાખ્યા છે.આ ગીત ઉપરાંત કણબીની છોકરીવાળું ગીત રોમાંચિત વાતાવરણની સફર કરાવે છે.

    • ખૂબ જ સરસ ગીત..
      સુંદર શબ્દો… લય ..રજૂઆત..
      ખુબ ખુબ આભાર બહેન. !

  2. Rarely you come across a poem in which every stanza competes with each other for your admiration.

  3. Rekha and Uday M….superb song .

    Sabdo ne sangeet ma, adbhut awaaj ma…jane sambhad yaj kareye….Rag Ne awaaj no sangar and mafak music…Salam Saheb..

    Had the oppourtunity to meet poet personaly…down to earth aand sav saral vyakti….too good poetry…

  4. First time i heard this in Amarbhai’s programme and that time this song was sung by Anar kathiyara ,that time only i like this song too much.and now since the day u posted .listening every day.Thank you so much once again jayshree for giving us such nice song and being bridge between us and gurati song .in canada also i am in touch of these songs due to tahuko.Thank you so much .And thanks Ankit Trivedi for suggesting this site.

  5. વહાલા મિત્રો મારે એક ભઝન જોઇએ ચે જેના સબ્દો ચે કોઇ કોઇ નો નથિ રે કોઇ નો નથિ .
    શક્ય હોઇ તો મોકવા મેહ્ર્બનિ કર્સો .

  6. One of the very popular poetries of Vinod Joshi. He without a doubt is a very learned poet whose contributions to gujarati literature is something that we enjoy and makes young gujaratis enthused about this rich language.

    Song is very nice. Brought back some good memories of this song when it was first broadcasted by All India Radio – Ahmedabad and heard it from some singer ……. Dr. Darshana Zala – . The original compostion I believe at the time was made for this singer by another stalwart in the field of gujarati music compostion – Late Shri Rasikbhai Bhojak.
    Nice posting. Good choice of poetry and music.

  7. તંબોળીની દુકાને –
    લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… !!!!

    v.nice song by vinod joshi

    music and voice also toooooooo good !!

  8. Thank you very very much. This song has a proper combination of imagination and reality. Love tahuko for making our life musical.

  9. ભાવનગર અવાર-નવાર એમના સ્વમુખે સાંભળેલું ખૂબ જ સુંદર ગીત! સરસ સંગીતમય રજૂઆત!
    સુધીર પટેલ.

  10. સ્વર અને શબ્દો ગુજરાતીના માણવા મળ્યા, આનદ થયો, અભિનદન ગાયક, સ્વરકાર અને કવિને……આપનો આભાર….

  11. Finally, finally, finally. Thank you! We had posted a request for this on June 7th 2007, so happy to read/hear it here. Shri Vinod Joshi has used the words so beautifully to present very vivid descriptions….. Love the version sung by Trupt Chchaya.

  12. સુંદર કલ્પનો,પ્રવાહી લય અને હૈયું બાંધી રાખે એવું કથાતત્વ. મજા આવી ગઇ.

Leave a Reply to Gargi Cancel reply

Your email address will not be published. Required fields are marked *