જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે – આદિલ મન્સૂરી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

સ્વર : મનહર ઉધાસ

14989320_1868528cfe_m.jpg

.

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

48 replies on “જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે – આદિલ મન્સૂરી”

  1. બેશક ..બેમિસાલ.. અફલાતુન.. માશાલ્લાહ્..કીતની નસીબ વાલી હૈ યે મોતરબા જીનકે લિયે ગઝલ લિખી ગઈ…ઔર વો ભી કિતની પ્યારી હોંગી..હૈં ના?
    આદિલ સાહેબ કો ફિરસે પ્રણામ..!

  2. આફ્તેર અ લોન્ગ સમય પચ્હિ આવિ સુન્દેર મિથિ ગઝલ સમ્ભલ્વા મલિ.આભાર્

  3. મને આ ગઝલ ખુબ ગમે છે , પરંતુ આ ગઝલ પુરેપુરી સાંભલળવા ના મડી અ વાત નો અફસોસ છે .

  4. ખુબ સરસ ગઝલ ,
    i want to listen and download your all gazal of tahuko.com, how is this possible.
    we want down load it.

    From:- Ashwin Suthar….

  5. આને કહેવાય ઉપમા ….આના થી સારી ઉપમા હોઈ જ ના શકે. શુ નસીબદાર અને ખુબ્સુરત હશે જેના માટે આ ગઝલ લખી છે “આદિલ” ભાઈઍ.

  6. ામિતભાઇ અને જયશ્રીબેન્,

    દરેક વખતે જ્યારે ટહુકો.કોમ ની મુલાકાત લેવાની થાય ત્યારે દરેક વખતે ર્હદયમાથી અભિનન્દનની સરવાણી ફુટે. “જ્યારે પ્રણય…” બહુ વર્ષો પહેલા મનહરભાઇના લાઇવ કાર્યક્ર્મમા જામનગર (તળાવની પાળે) ખાતે સામ્ભળેલ અને આજે અચાનક અહી મળ્યુ..!!! જ્યારે તક મળે ત્યારે કોઇક ગુજરાતીને ટહુકો.કોમ ની મુલાકાત લેવા ભલામણ કર ચ્હુ અને થોડા દિવસો પચ્હિ તેમનો આભાર સન્દેશ મળે ચ્હે.

  7. કેવા સુન્દર શબ્દ છે!!મને હુદ્યયસ્પર્શિ લાગે છે.

  8. jayshree,
    Kharekhar khub j saras che aa TAHUKO. tema pan Manhar Udhas ne sambhalya pachi to ketla kalako nikli gaya teno khyal j na rahyo.

    Sanjay Kanani
    Mithapur

  9. કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
    એ અંગ મરોડે ………અને વળ …ખાય ગઝલ

    પહેલા પવનમાં ક્યારે…. હતી આટલી મહેક,
    રસ્તામાં ,,,,,,,,,,,તારી સાથે …………મુલાકાત થઈ હશે ……….બે શક્….

    ઘૂંઘટ ખુલ્યો હશે ……….ને ઊઘડી હશે સવાર,
    ઝુલ્ફો ઢળી હશે…….. ને પછી………… રાત થઈ હશે. બેમિસાલ્…………….

    ઊતરી ગયા છે ………ફૂલના ચહેરા વસંતમાં,
    તારા જ રૂપરંગ વિષે …….વાત થઈ હશે………………

    ‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
    દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

    અફ્લાતુન્……….માશાઅલ્લાહ્!

  10. Nice, When I was in India. when i visited in North India and Nepal. My car driver played this Gazal all the time. I loved it. Then after so many years past finally I got another chance to listed to my favorite Gazal.
    Thank you for posting
    Upendra

  11. Jayshree,
    Aaj kyarno tahukao sambhalva betho chhu. Adil Mansuri ni aa gazal varam var sambhline, lyrics note down kareli hati. ‘tahuko’ malya pacchi , evi jarurat nathi. Mari rojni sawar haave ‘Tahuko’ thi thai chhe. Khoob aabhar.

    Viren Patel – Mumbai

  12. આદિલ અને ગઝ્લ કેવો સમન્વય? શબ્દો ની કેવી અધભુત રચના ? આ દિલ આદિલ આગળ કુરબાન .

  13. આ મરિ સૌથિ પ્રિય ગઝલ ચ્હે..અને હુ એને સમ્ભદિ સક્તો નથિ…please fix it as soon as possible

  14. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
    તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. વાહ વાહ આદિલજિ

  15. kem cho ben
    aa git be line vagi ne bandh thai jay che ane bija gana badha git ma problem che to jara jaldi thi repair karavva vinanti.

  16. કેમ છો બેન આ ગીત ૩૦ સે. પછી અટકી જાય છે. તથા song no. 1091, dhuni re dhakhavi ma pan problem chhe. to jara repair karva vinanti

  17. very nice collection of different sugam songs & ghazals. but sorry to say some of them are incomplete. so if possible complete them pls.

  18. Hats off to the creator of “Tahuko”…!!!

    N what a name “Tahuko”…!!! A pin point perfect…!!!

  19. ખુબજ સરસ ગઝલ , હવે ગુજરાતેી મા સારુ સામ્ભલવા મલતુ નથિ,તેમા આવુ આલ્હાદક લાગે.

  20. આદિલ–ને તે જ દિવસથી મળ્યુ દર્દ દોસ્તો ,

    અમોને—ખુશી થઈ જે દિવસથી ટહ્કાનો જન્મ થયો—–

  21. ઘુઁઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર !
    ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે !
    માશાલ્લાહ ! દુબારા ! મુબારક આદિલજી !

  22. વાહ ! નવી પોસ્ટ સાથે એક વર્ષ પહેલા ની પોસ્ટ ની link મૂકવાનો idea મસ્ત છે…જાણે exotic dinner સાથે complementary wine 🙂 ! …..લગે રહો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *