ટહુકોની પાંચમી વર્ષગાંઠ…

આજે જુન ૧૨, ૨૦૧૧… ટહુકોની પાંચમી વર્ષગાંઠ..!! છેલ્લા પાંચ વર્ષથી જાણે મારા હોવાનો પર્યાય બની ગયેલો આ ટહુકો…! ગયા વર્ષે આંકડાઓનો હિસાબ માંડેલો એ આ વર્ષે નથી કરવું..! તો આ પાંચમી Birthday પર નવું શું? આજે તો કંઇ ખાસ નથી.. પાંચ વર્ષ પહેલા જે ગીતથી શરૂઆત કરી હતી… જે ગીત ટહુકો પર સૌથી પહેલા ટહૂક્યું હતું – એ ગીત આજે ફરી એકવાર..!

.

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

પણ હા – આટલા સસ્તામાં આ પાંચમી બર્થ-ડે નું celebration નથી પતાવવું..! કાલથી શરૂ કરીશું – 5th Birthday Special.. એમાં શું? એ તો મને ખબર નથી… (પણ કાલ સુધીમાં કંઇક લઇ આવીશ.. પક્કા પ્રોમિસ ) !!

ગયા વર્ષની જેમ આ વર્ષે કંઇ આગોતરી જાહેરાત તો નથી કરી, પણ – ટહુકો માટેની તમારી શુભેચ્છાઓ, સલાહ-સૂચનો, વ્હાલ-દાદાગીરી વગેરે.. બધું જ સાંભળવું ગમશે..!  તો ઉઠાવો કલમ.. (અથવા કી-બોર્ડ).. કે ઓડિયો રેકોર્ડર.. કે વિડિયો રેકોર્ડર.! (તમારા ખિસ્સામાંથી હમણાં કંઇ નથી જોઇતું – પણ હ્રદય ખોલવામાં કંજૂસાઈ ન કરશો! 🙂 ) અને તમારા વ્હાલ – શુભેચ્છાઓ – આશિર્વાદ.. મોકલી આપો અમારા સુધી..!

127 replies on “ટહુકોની પાંચમી વર્ષગાંઠ…”

  1. ટહુકો અવિરત ટ્હુક્યા કરે. તમારા આ પવિત્ર કાર્યમાં તમને વધુ ને વધુ સફળતા મળતી રહે અને તમને લોકોનો ખૂબ પ્રેમ મળતો રહે તેવી શુભેચ્છા!

  2. ટહુકોની પાંચમી વર્ષગાઠ નિમિતે હદય પૂર્વકની શુભેચ્છા. ખુબ ખુબ અભિનંદન.

    અનિલ મહેતા.

  3. ‘ટહુકા’ને પાંચમી વર્ષગાંઠના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન!
    સુધીર પટેલ.

  4. ‘ટહુકો’ની પાંચમી વર્ષગાંઠે શુભેચ્છા સાથે :

    તમારે હરેક ‘ટહુકે’ અમારું મન મહેકે,
    ખુશીના ગુલ ચહેકે અને જીવન તો ખુશીથી લહેકે.
    ભાષાની ગંગોત્રીમાંથી કાવ્યોની સરિતા વહેશે,
    જેમાં રસિક ચિંતકો – સંતો તરતા રહેશે,
    જીવનનો સાર, મરજીવા બની શોધતા રહેશે
    અને ‘ટહુકો’ કરી કરી સહુને પહોંચાડતા રહેશે !

    – શિવાની શાહ

  5. પાન લીલુ જોયુને “ટહુકો” યાદ આવ્યો..
    જાણે મોસમનો પહેલો વરસાદ.. (આજે સુરતમાં મોસમનો પહેલો ધોધમાર વરસાદ પડ્યો..)
    જરા લેપટોપ ખોલ્યુને “ટહુકો” યાદ આવ્યો..

    ખુબ ખુબ અભિનંદન…

    બાર બાર દિન યે આયે..
    બાર બાર દિલ યે ગાયે તુમ જીયો હજારો સાલ, યે હમાર્રી હે આરઝુ..
    હેપ્પી બથડે ટુ યુ.. હેપ્પી બથડે ટુ યુ ..
    હેપ્પી બથડે ટુ “ટહુકો”.. હેપ્પી બથડે ટુ યુ..

  6. You are serving millions of Gujarati by connecting them to their root of Gujaratio song, prayer, bhajan, etc……will prey to God to give a very very long life to Tahuko and you.

  7. અદ્ભુત !

    તમે જે કામ કરો છો, એ passion, પાગલપન અને ખંત ભરી મહેનત માગી લે છે.

    કેટકેટલાંના દિલો-દિમાગને તમે તરબતર કરી દેતા હશો, એની તમને કલ્પના પણ નહીં આવે.

    લગે રહો, જયશ્રીજી.

    ભરત કાપડીઆ
    રાજકોટ

  8. પ્રિય જયશ્રીબહેન અને અમિતભાઈ,

    ટહુકોની પંચમી વર્ષગાઠ નિમિતે હદય પૂર્વકની શુભેચ્છા અને હંમેશા કદ અને ઉંમરમાં મોટો અને મોટો થતો રહે તેવી અંતરકામના જેથી અમને પણ વધારેને વધારે લાભ મળતો રહે.

  9. Jayshreeben,
    Heartiest congrats to you for tahuka,s 5th birthday. The songs selected for a child(tahuko is child of 5 yrs old) so very befitting songs you select like “varta re varta” Ek biladi” dad no Dangoro ” Also the song which you gave on 1st birthday is also great. Really enjoyed these songs hearing them after 60/70 years.Pls accept our heartiest congrats for selecting such beautiful songs. Keep it up. with best wishes for long lasting Tahulo from vilas and prafull pipalia

  10. જયશ્રી બહેન, ટહુકાની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન. વિશેષમાં ગુજરાતી સાહિત્ય અને એની કાવ્ય્ધારાને વિશ્વ્બાગમાં મહેકાવવાઅને હાથવગુ કરવા માટે ધન્યવાદ. અમારા જેવા વૃધોની સમય દીર્ઘતા માટે સમય વિતાવવા ટહુકો એક મિત્ર સમાન છે. ધન્યવાદ! આશીર્વાદ!
    મોરલા ગહેક્યાં ગહેક્યાને એના
    ટહુકા વિસ્તર્યા બ્રહ્મ બ્રહમાંડ રે ,
    ટહુકા ગહેક્યાં ગહેક્યા રે.
    શબ્દોની ડાલે ડાલે , ગીતોની વેળે વેળે ,
    ગરબાને તાલે તાલે રે, ટહુકો લીલો લીલો રે.
    તમ્બુરને તારે તારે, ફાગણની ફોરમતી ફોરે ,
    સાગર, વર્ષા જળ છોળે, ટહુકો ભીનો ભીનો રે.
    વિઠ્ઠલ તલાટી

  11. ટહુકો , રાતદિ ટહુક્યા કરે અનેક જેીવોને એના સુરમા જુમાવ્યા કરે ટહુકામા સતાયા અનેક કવિઓના સુર ટહુકાએ કય્રા અનેકને મશહુરસોૂનાહ્ર્દયને વહલો ટહુકો.જન્મદિવસો તો નિમિત્તમાત્ર.આતો અજર અમર ટહુકો.

  12. ટહુકોની પંચમી વર્ષગાઠ નિમિતે હદય પૂર્વકની શુભેચ્છા

  13. વ્હાલા ટહુકાને ખુબ હાર્દિક શુભેચ્છા..!!

Leave a Reply to shivani shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *