મને ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ ઘણી જ જાણીતી ગઝલ – none other than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે..! અને હા – ટહુકો ને જેમણે ઘણા ટહુકાઓ ભેટ આપ્યા છે – એવા એક ખાસ મિત્ર અને PUના એક મોટ્ટા ચાહકને – એમના જન્મદિવસે આ ભેટ આપણા તરફથી..! Happy Birthday, K ભાઇ! 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

14 replies on “મને ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે”

  1. કવિ શ્રી હરીન્દ્ર દવે ને તેમના જન્મદિવસ પસંદગીઓ ભાવભીની સ્વરાંજલિ

  2. શ્રી હરિન્દ્ર દવે ની ખુબજ સરસ રચના અને સ્વર શ્રી પુરુષોતમ ઉપાધ્યાય નો મજા આવી ગઈ ટઠુકો.કોમ નો ખુબજ આભાર્…

  3. ડૉ. સુરેશ્ દલાલ અને પુરુશોત્તમ્ભાઈ એક જંમાનાના..પ્રિય…માણેલા પ્રોગ્રમો યાદ આઈ ગયા.આભાર -લા’કાન્ત્

  4. વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
    હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

    મિત્રના મૌનનો ભાર એ ખરેખર સૌથિ ભારે હોઇ ચ્હે.અસહ્ય.

  5. ખુબ સુન્દર
    કયારેક ભાવનામા વહિ ને અનાયાસે ગનુબધુ કહિ દેવાય તેનુ સુન્દર ચિત્ર આપ્દિ સામે રજુ કર્યુ. તમારો ખુબ ખુબ આભાર

  6. કેટલિ મોટિ વાત કહિ છે. ખરેખર જો પ્રેમ કર્યો હોય તો આ વાત ને માનવા સિવાય કોઇ રસ્તો નથિ. આવિ સરસ રચના આપવા બદલ આપનો આભારિ છુ.

  7. કઁટકની માવજતમા ફૂલો સુધી પહોઁચી જવાય. બહુ ગહન વાત કહી ગયા કવિજી. આભાર.

  8. ભુલી જવું ને હમેશ માટે ભુલી જવામા (ભુલ્યા એ પણ ભુલી જવું એમાં) ફેર હોય.
    ૧) પેલો પરેશ માંકડ યાદ છે ” ” પરેશ માંકડ, હા હા યાદ આવ્યો,ભુલી ગતો;તો”
    ૨) “પેલો પરેશ માંકડ યાદ છે” “પરેશ માંકડ, હું તો એકે પરેશને ઓળખતો નથી”
    કવી અહી આ બીજા પ્રકારના ભુલવાની વાત કરે.Deleted pwermenantly.
    કેટલું સરળ પણ કેટલું અર્થગંભિર !

  9. 8 June 2011

    Dear Jayshreeben,

    I started reading/listening your TAHUKO about a year ago.

    I have enjoyed all of them–and often share them with other friends.

    I am again renewing my invitation to visit us in Ahmedabad during your next visit–and have a true GUJARATI dinner with us. [I am going to be in Princeton during July–except for that I am very much in Ahmedabad.]

    May TAHUKO grow louder and spread WIDER over the entire cyberspace.

    Thanks a heap for all your efforts and labour of love.

    Jayshrikrishna.

    Nikhil-Sonal

  10. જિવન ના એક નાજુક પલ વખ્તે અનાયાસ મુખ માથિ સહજ નિકલ્લેલા શબ્દ્દ .સુન્દર …આભાર્

  11. વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
    હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી………અદભુત…
    આભાર…..

Leave a Reply to Vishal Cancel reply

Your email address will not be published. Required fields are marked *