જી સર, એ લોકો વિખાઇ ગયા છે… – કૃષ્ણ દવે

મધરાતે ત્રાટકેલા ઘુવડના ન્હોર વડે પળમાં પારેવા પીંખાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.
વિશ્વાસે સુતેલા સપના પર ઓચિંતા આંસુના બોંબ ઝીંકાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

રસ્તા પર ઉતરે ને લાકડી પછાડે ને બટકુ’ક માંગે તો વળી નાંખીએ
બાકી તો સંપીને ખાવાના ઓરડાના દરવાજા ઓછા કાંઇ વાખીએ ?
આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
લીલા ને ભગવા ને કાળા ને ધોળામાં અમથા આ પગલા ટીંચાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

– કૃષ્ણ દવે

44 replies on “જી સર, એ લોકો વિખાઇ ગયા છે… – કૃષ્ણ દવે”

 1. Kamlesh Raval says:

  બહુત ખુબ્
  વર્તમાન સમ્સ્યા પર સચોત કાવ્ય
  કે કે રાવલ

 2. suresh vithalani says:

  Very appropriate satire on midnight attack on peacefully fasting protesters against rampant and shameless corruption in the government and the unscrupulous elements of the society. congratulations to the poet for a poetic opinion on the prevalent issue.

 3. Ashutosh Desai says:

  ઘનુ સરસ કવિ કેવુ પદે બરાબર તેીર માર્યુ તમે

 4. chandrika says:

  વાહ ક્રુષ્ણભાઈ!
  તાજી જ વ્યંગ જ કવિતા લાગે છે!
  વાંચવાની મઝા આવી ગઈ

 5. Bharat Pandya says:

  સમજાતું નથી ક્રુશ્નભાઇ કોના પક્ષમા છે !.
  પારેવાંના કે ઘુવડના ?

 6. rajnikant shah says:

  ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
  very true !!!

 7. b N chhaya says:

  અ મારા ભાવ કવિ એ યોગ્ય શબ્દો મા વ્યક્ત કર્યા ભારત નિ કરુન પરિસ્થિતિ

 8. devang says:

  krushnbhai,
  just excellent.congratulations. hats off to your sensitivity and communicative abilities.
  kash,ghans,top k telephone vala vanche ane samje.
  love,
  regards,
  devang.

 9. Krutesh says:

  Sir ને બદલે madam લખ્યું હોત તો ગીત વધુ વાસ્તવિક લાગત. આખરે sirનું remote control madamના જ હાથમાં છે ને!!!!

 10. કોન્ગ્રેસ સરકારે કરેલા અમાનુશી અત્યાચારે કવિ એ વેદના બહુજ સરસ રિતે રજુ કરિ ચ્હે
  ધન્યવાદ ક્રૂશ્ણ દવે.

 11. Rasik Thanki says:

  સમયનેઆ અનુરૂપ કાવ્ય

 12. jadavji k vora says:

  જબરદસ્ત કવિતા આજના સમયને અનુરુપ ! અભિનંદન.

 13. આ નાનુ અમ્થુ કાવ્ય આખા ભારત દેશનો ચિતાર રજુ કરે છે.
  અભિનંદન કવિશ્રીને.

 14. Sejal Shah says:

  toooooooooooooooooooo good.
  Krushna dave has always surprised us with his woderful poems be it VALSADI.COM or AA SAGHALA FULO NE KAHE DO.

  love his work

 15. Jashvantbhai says:

  લોકોએ જાગ્વાનિ અને જગાદવાનિ ખુબ જરુર.અભિનન્દન્.

 16. Hitesh Mehta says:

  વાહ વાહ ખુબ જ સરસ પણ ઘુવડ આવુ વાન્ચે જ કયા છે ? હવે કવિતા નહિ કિરપાણ ની ભાષા વાપરવી પડશે.

  • Suresh Vyas says:

   “ઘુવડ” ને દેશ, લોકો, કે ધર્મ ની પડી નથી.
   હવે કિરપાણ કરતા પણ એ-કે-૪૭ વાપરવાની જરુર છે.
   કેમ કે ખાલી “કબુતરો” થી અસુરો કાબુમા રહેતા નથી.

   જય શ્રી ક્રિશ્ણ !
   સુરેશ વ્યાસ

 17. What a poem on the eve of recent incident on 5-6,and ‘Ae’
  lok means “—-“(please put words on dash as assumption),
  really, after reading this poem I have no words to show my
  anger to this cowardaly act by ‘Ruler of this country’.
  Thanks,Jayshreeben for this poem and congrats to Shri Krishna Dave.
  Bansilal Dhruva

 18. Bhadreshkumar Joshi says:

  આ સુંદર રચનાની ખરેખરી મજા તો શ્રી કૃષ્ણ દવે જાતે સંભળાવે તો જ આવે. વ્યવસ્થા કરવા વિનંતી.

 19. Ullas Oza says:

  ઘણુ વાસ્તવિક દર્શન !
  આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
  જી સર, એ લોકો વિખાઇ ગયા છે.
  પ્રધાન શ્રેી એ કહેી દિધુ – આ ઘટના પર થેી લોકો સબક શેીખે – સત્યાગ્રહેીઓ નેી સાથે આવો જ વર્તાવ થશે !

 20. Vishal says:

  ખુબ જ સરસ… ઉંડિ વાત કરિ છે.

 21. Himanshu says:

  Pretty quick! Krishnabhai does not react explicitely. Present situation demand sledge hammer action from people and not refined and sensitive response. However, the fearless poet is angry and has spoken and that is what I like and love. Thanks! for fearlessly uploading this online!-himanshu.

 22. JASMIN says:

  આ શબ્દ ના સહારે જ સરકાર સમજે તો સારુ
  ખુબજ હદય સ્પર્શિ રચના કવિ નિ વેદનાને સલામ્

 23. jayesh rajvir says:

  વાહ સર,

 24. Viththal Talati says:

  પત્થરને કંડારો તો અનન્ય કૃતિ મળે.
  પત્થર હ્રદયને કંડારો તો કહો શું મળે?
  લુટારુ લુટે તો ભાઈ કહો કેટલું લૂટે?
  કરોડોનો તાળો માંડો ત્હોય ક્યાંથી મળે?
  ગાય ઘાસ ખાય તો દૂધ તો મળે,
  માણસ જેવો માણસ ખાય તો શું મળે?

 25. સરસ. સાવ સાચી વાત
  એટલેજ કડવી ઘણી . . .
  ડીપ્રેસન ના હૂમલા જેવી
  લાચારી, ગુલામીની વાત.
  કૃષ્ણ દવેને સો સો સલામ.

 26. આ રાજકારાનિઓમા આતલિ સમ્વેદ ના કદિક આવશે ખરિ? માત્ર સત્યજ સમ્વેદનશિલ હોઇ શકે. આભાર ક્રુશ્નભૈ!

 27. હર્ષદ ત્રિવેદી says:

  બધાં બંધનોને નેવે મૂકી સરકારે આચરેલી બર્બરતાને આનાથી વધુ સારી રીતે ના વર્ણવી શકાય. આ ગીત વધુ બહોળા વાચક વર્ગ સુધી પહોચવું જોઈએ.

 28. સરસ રચના,આજના વાતાવરણ ને આબેહુબ દર્શાવતી,
  અભીનન્દન.

 29. pravin says:

  વાહ, સચોટ અને સમયને અનુરૂપ કાવ્ય. હવે તો આ ઘુવડોનાં ત્રાસમાંથી છુટવા માટે કૃષ્ણની ખરેખર જરૂર છે.

  • Suresh Vyas says:

   ના, ક્રિશ્ણ ના ભક્તો ને જાગવાની જરુર છે.
   સત્તા હાથમા લેવાની જરુર છે.

 30. bakulesh lalpura says:

  તાજી ઘટના પર શીઘ્ર પ્રત્યાઘાત, વાહ,ખૂબ સરસ કૃષ્ણભાઈ

 31. ગજેન્દ્ર.ચોકસી says:

  કડવુ સત્ય.બહુ શોધાયુ અને ઘણુ અપનાવી જોયુ. લીલા-ધોળા-કાલા ભગવા કપડાવાળાએ
  અમથો લોકોનો ડાટ વાળ્યો છે.બધા પોતની પીપુડી વગાડીને નખ્ખોદ સામાન્ય માણસોનુ વાળ્યુ છે.

 32. Vallabhdas Raichura says:

  આટ્લી મજબુરી શાને ક્રુષ્ણભાઈ? યા હોમ કરીને પડો,બસ આટલી જ જરુર છે. ગાન્ધીજીને યાદ તો કરો.મુઠિભર હાડના માનવે ગ્રેટબ્રિટનમાથી બીચારુ બ્રિટન બનાવ્યુ કે નહિ? જરુર છે “ક્રુષ્ણ”ના અર્જુનની,ક્રુષ્ણભાઈ!!

  વલ્લભદાસ રાયચુરા
  નોર્થ પટોમેક
  જુન ૮,૨૦૧૧.

  • Suresh Vyas says:

   અન્ગરેજો ભગ્યા તે ગાન્ધીથી નહિ પણ લશ્કર ની મ્યુટિનિ ની બિકે.

 33. samprat samasyaone kavyama raju karo chho e ghanuj aavkardayak chhe.vyatha badhani chhe pan s shabdomaa to kavi j muki shake ne. sattire saras chhe.

 34. darshan jardosh says:

  સાચા અર્થમા ખુબ સરસ વ્યન્ગ ચ્હે.
  કદાચ જાતે જ કોઇક જવાબદારિ ઉથવિ જાતે જ ક્રિસ્ન બનિને ખુદને તારિએ.

 35. Rekha shukla(Chicago) says:

  જી સર, એ લોકો વિખાઇ ગયા છે… – કૃષ્ણ દવે. આજના જમાનાને અનુરૂપ જબરદસ્ત કવિતા.આને જાણે જવાબ આપતી shri Viththal Talati ની વાત..પત્થરને કંડારો તો અનન્ય કૃતિ મળે.
  પત્થર હ્રદયને કંડારો તો કહો શું મળે?
  લુટારુ લુટે તો ભાઈ કહો કેટલું લૂટે?
  કરોડોનો તાળો માંડો ત્હોય ક્યાંથી મળે?
  ગાય ઘાસ ખાય તો દૂધ તો મળે,
  માણસ જેવો માણસ ખાય તો શું મળે?… અહીયા વાત ની સંમતી ની પુર્તિરૂપે મારી પંકતિ રજુ કરુ છું..
  સપ્ટેમ્બરની (૯/૧૧)ધુળ થી આખું ભિંજાય, સમાચાર દર્પણે નજરું અંજાય,
  વગર પડકારે વિશ્વમાં યુધ્ધ રચાય, “નર”માંથી આજ “વાનર” કાં થાય??

 36. Hemant says:

  પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
  ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?

  ખૂબ સરસ..!

 37. નાના મોટા શાથે મળિ કર્યો નિર્ધાર કે કરિ અનશન જગાડીસુ સરકાર અને કરિસુ આઘો ભારેલા અગ્નિ નો ભાર……જાગિ સરકાર એવિ કે તોડી નાખિ પ્ર્જા નિ પુરિ પાંખ કે કરે ના કોય દિ પાછો હુંકાર….. .પણ જોજો……થાસુ ઉભા બમણા વેગ થિ અને કરિશુ સામનો જાન થિ જે જોસે જગત પુરા માન થિ!!!!!

 38. sanjay h.panchal says:

  વલોપાત..વલોપત…વલોપત

 39. Suresh Vyas says:

  “ઘુવડો” પોતાનુ કામ કરી ને ઉપરીને રિપોર્ટ આપે છે.

  “ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ?” લિટી
  સમજવામા જરા વાર લાગી, પણ માનુ છે કે તે જમીન, મિલિટરિ, ફોન વગેરે બાબતો મા કરોડો ખાઈ ગયા છે તેની વાત છે.

  રોગ નહિ થાય – સફયો થઈ જાશે.
  હવે બહુ વાર નથી.
  રામદેવે સૌ ને જગડ્યા છે.

  આ સમય મા આવા કવીઓની ખાસ જરૂર છે.
  કવીઓ, લોકોને સુરાતન ચડાવો તો ખરી સેવા થાશે.

  ધન્યવાદ!

 40. raju jani says:

  જયશ્રી કૃષ્‍ણજી ….

  “ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ?”
  ખૂબ સરસ રચના મજા આવી
  સત્‍ય તમે મીઠી ભાષામાં કહી શકો છો …
  રાજુ જાની
  રાજકોટ

 41. વાહ !!! સુરેશ જોશી અહીં સાંભરી આવે છે. પણ લયની બાબતે કૃષ્ણજી અદકા લાગે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *