ત્યારે અનાયાસ તું યાદ આવે – કિરીટ ગોસ્વામી

280831634_e65cae1913_m.jpg

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

16 replies on “ત્યારે અનાયાસ તું યાદ આવે – કિરીટ ગોસ્વામી”

 1. ધવલ says:

  પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
  અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

  – સરસ !

 2. chirag says:

  બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
  ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

  વાહ! …આજે ઘણા સમય પછી, કોઇ ગઝલ, જેટલી મમળાવી, એથીયે વધારે વાગોળી..!

  good selection .

 3. sujata says:

  એક એક શેર લાજ્વાબ્…………

 4. ધીમે-ધીમે એક પછી એક શેર જેમ વાંચતા જવાયું તેમ એ વધુ ને વધુ ઊઘડતા જતા લાગ્યા… લાજવાબ રદીફ અને સપ્રમાણ કાફિયા સાથે ‘લગાગા’ના unusual સાત આવર્તનોથી ગઝલનો આખો દેહ જ નિખરી ઊઠ્યો છે જાણે…

  અભિનંદન, કિરીટભાઈ… આ ગઝલ પણ હવે અનાયાસ યાદ આવતી રહેશે…

 5. ખુબ જ સુંદર ગઝલ … ઈશ્વરને યાદ કરીને જો મમળાવીએ તો એક એક શેર ખુબ જ સુંદર રીતે ઊભરી આવે …

  સુદર્શન ફાકીરની એક ગઝલ યાદ આવી ગઈ ..

  जब भी तन्हाई से गभरा के सिमट जाते है,
  हम तेरी याद के दामन से लिपट जाते है …

 6. ashalata says:

  લડ્યા કરુ હુ એકલે હાથે—–
  અનાયાસ તુ યાદ આવે—–
  સુન્દર !

 7. Pinki says:

  એક-એક શેર એક-એક ગઝલ રચી શકી છે………. !!

  પઠન ગઝલનું હોય ને આ ગઝલ અનાયાસે યાદ આવે ….!!

 8. prashant says:

  વાહ! તરબોડ થૈ ગયો!

 9. Asha says:

  …તું યાદ આવે…
  ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
  અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે…

 10. dipti says:

  લાજવાબ……ઍક -ઍક શેરની ઍક-ઍક ગઝલ બની શકે….

  પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
  અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે…..

 11. Nehal Shah says:

  અદુભુત…

 12. dipti says:

  …તું યાદ આવે…

  …લાજવાબ……ઍક -ઍક શેરની ઍક-ઍક ગઝલ બની શકે….
  પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
  અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે…….

 13. Mehmood says:

  સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
  ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…
  શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
  થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!

  કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
  સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

 14. Mehmood says:

  અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે……
  કોઇ-કોઇ પળ જીંદગીમાં એવી આવે છે કે કોઇની ગેરહાજરી મનને વ્યાકુળ બનાવી દે છે..

 15. Rashmin Joshi says:

  બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
  ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

  વાહ…વાહ..સુન્દર ….શબ્દો…

 16. arti mehta says:

  વાહ ! ગોસ્વામિજી ,ખુબજ અદભુત ખુબજ સુન્દર …
  ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *