એક અધૂરું ગીત – રમેશ પારેખ

લગભગ ૩ વર્ષ પહેલા ટહુકો પર પ્રસ્તુત કરેલ આ કવિતા – આજે હેતલ બ્રહ્મભટ્ટના સ્વરમાં પઠન સાથે ફરી એકવાર..!! હેતલનો સ્વર આમ તો અમારા અહીં ‘બે એરિયા’ ના ગુજરાતીઓ માટે અજાણ્યો નથી..! અને ટહુકો ફાઉન્ડેશન આયોજિત રમેશ પારેખને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ – ‘મનપાંચનમા મેળામાં’ (May 18 – at Jain Center, Milpitas) માં પણ હેતલ અને સાથીઓના સૂરીલા સ્વરે કવિશ્રીના શબ્દો સંગીતની સંગાથે તો વહેશે જ..!

પરંતુ આજે માણીએ હેતલના એ જ સૂમધૂર કંઠે કાવ્ય પઠન – કવિ શ્રી રમેશ પારેખના શબ્દો – એક અધૂરું ગીત..!

કાવ્ય પઠન : હેતલ બ્રહ્મભટ્ટ

******

Posted on May 17, 2011

આજે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ. આ ધોધમાર કવિ ને આજે ફરીથી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણો આ કવિતા. કવિ એ આમ તો કવિતા ને શીર્ષક આપ્યું છે – એક અધૂરું ગીત..! પણ લાગે છે કે એમને એ શીર્ષક ફક્ત કવિતાને નહીં.. દેશથી દૂર રહેતા તમામના જીવનને પણ આપી દીધું – એક અધૂરું ગીત..!

જેના ખેતરમાં કૂવો ને ફળિયામાં ઝાડવું ને

ઓરડામાં ઢોલિયો ને… બસ.
નથી એને રંજાડતી તરસ.

જેને મળ્યા દેશવટા આકરા
એને ફળિયું શું? પાદર શું? ખેતર શું?

જેની આંખોમાં ખખડે છે કાંકરા
એને પાંપણ શું? સપનું શું? નીંદર શું?

જેના જોવા કે તરફડવા વચ્ચે નહીં ફેર
એને પળે પળે વીંધતા વરસ…

– રમેશ પારેખ

15 replies on “એક અધૂરું ગીત – રમેશ પારેખ”

  1. જેને મલયા દેશવતા આકરા પલે પલ યાદ આવ્એ દેશ્.

  2. ંMalya deshvata aakara……….

    Jane mara man ni j vat.

    To live in Philadelphia physically but thousands of time travel through my Bhavnagar.

  3. સરસ ગીત .હરીન્દ્ર દવે યાદ આવ્યા …જીવતરના થાક સાથે હુ જાગુ રોજ રોજ .

  4. શ્રેી.રેખાબહેનની બધી કૉમેઁટ વાઁચવા જેવી છે.
    આશા રાખુઁ કે મને ભાઇ માનીને વહાલો ગણશે !
    આમ જ શ્રેી.આશાબહેનનુઁ છે.જય શિકાગો !!

  5. કહી તો દીધુ કે…. જેને મળ્યા દેશવટા આકરા એને ફળિયું શું? પાદર શું? ખેતર શું?…પણ પુછો તો ખરા કે જેની આંખોમાં ખખડે છે કાંકરા
    એને પાંપણ શું? સપનું શું? નીંદર શું?….પુછો તો ખરા કે ઘાયલ ને શું થાય છે..??? કારણ કે શિકાગો મા તો ગરમા ગરમ કપડા પહેરીને શું ઠર્યા અમે… ખોબો ભરીને શુ કામ હસ્યા કે કુવો ભરી ને રડ્યા અમે…!!!રમેશભાઈ ની રચના સ્પર્શી ગઈ…જેના જોવા કે તરફડવા વચ્ચે નહીં ફેર એને પળે પળે વીંધતા વરસ…..!!!

  6. રમેશ પારેખ મારા પ્રિય કવિ! તેઓનિ આ રચના સ્પર્શઇ ગઇ.

  7. જેને મળ્યા દેશવટા આકરા
    એને ફળિયું શું? પાદર શું? ખેતર શું?

    કઈંક આવું જ…..

    છોડ ચલે ઘર,તો ફીર વતનકી યાદ ક્યા?
    જહાં કોય નહીં હમારા ફીર વહાં ફરીયાદ યા?

  8. ખરેખર દિલને સ્પર્શી જાય તેવા શબ્દો છે

  9. જેને મળ્યા દેશવટા આકરા
    એને ફળિયું શું? પાદર શું? ખેતર શું?

    પરદેશ…આકરૂ લાગ્યુ…..

  10. ટૂઁકા શબ્દો,સરળ ભાષા,ઘેરી સમજ…
    આ બધા સાથે ર.પા.બહુ ખીલે છે !
    આભાર…….આભાર …….

  11. જેને જોવા કે તરફડવા વચ્ચે નહિ,
    એને પળેપળ વિઁધતાઁ વરસ્……કેટલી અદભુત રચના…..માત્ર થોડા શબ્દો માઁ જ કેટલો તરફડાટ્…..

  12. માં ગુર્જરીના પનોતા પુત્ર ર.પા.ને હાર્દિક શ્રદ્ધાંજલિ.

  13. “જેની આંખોમાં ખખડે છે કાંકરા, એને પાંપણ શું? સપનું શું? નીંદર શું?”. વાહ! How effective! Thank you for posting.

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *