હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે

કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે –

ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.

અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન.

સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે

હોય ભલે ને લાખ કુટેવો,
માણસ તોએ મળવા જેવો.

સૌ પૂછે છે સારું છે એને,
સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલે ને હોવ ગમે તે,
હુંય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો.

– મકરંદ મૂસળે

20 replies on “હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે”

  1. સ્વર સ્વ્રરાકન અતિ સુન્દર્.
    દર્પન કોઈનેી શરમ ના રાખે.

  2. અરે સુન્દર કવિ…સુન્દર ગઝલ છે….અભિનન્દન….

  3. દર્પણને ઘડપણ આવ્યું છે,
    હું તો છું એવો ને એવો…..

    અરે વાહ ભૈ વાહ્…ગઝલમા ભળી સુગંધ…

    બાળક ખાલી આંખ મિલાવે,
    ત્યાં જ મને છૂટે પરસેવો….

    મજા પડી ગઈ..!!!સુન્દર સ્વરાંકન વાળી ગઝલ સાંભળી ને..!!

Leave a Reply to gita c kansara Cancel reply

Your email address will not be published. Required fields are marked *