તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી – ત્રિભુવનભાઈ વ્યાસ

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો

મઝાની ખિસકોલી.... Picture: Vivek Tailor

 

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

9 replies on “તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી – ત્રિભુવનભાઈ વ્યાસ”

  1. પહેલા ગુજરાતી માં આવા ગીતો ગાઇને શિખતા. આજે ૨ વર્ષ નો મારો પૌત્ર મને દરરોજ ગવરાવે છે અને મને પણ બાલપણ નજર સામે તરે છે.

  2. ઘણુજ સરસ અને મઝાનું આ ગીત આજે અહિં જોઈ મન આનન્દિત થઈ ગયું. આ ગીત અમારા પ્રાઈમરીનાં અભ્યાસક્રમમાં આવતું હતું અને અમારા મોહન માસ્તર સાહેબે હાથની હથેળીમાં ફૂટપટ્ટી મારી મારી ને ગોખાવેલું – અને મને હજુ આ ગીત કંઠસ્ત છે. બચપણ ફરી જીવતું થયું.

    આ ખીસકોલી ની એક વાત જે બાળકોને મજા આવે તેવી છે તે હું અત્રે આલેખું છું. કેવી લાગી તે જણાવશોજી.

    ખીસકોલી નાં શરીર ઉપર પટ્ટા કેમ હોય છે તે આપ જાણૉ છો ? તો આનો જવાબ હું એક વાર્તાનાં રૂપમાં હવે પછી ની મારી કોમેન્ટમાં આપીશ. તો PLEASE આવતી કાલ સુધી રાહ જુઓ – જોશો ને ?
    પુષ્પકાન્ત તલાટી.

  3. અમારા કે અમારા બાળકોના જમાનામાં તો આ ગીત નહોતું, પણ અમારા પૌત્રોના સમયમાં આવી ગયું હતું અને અમારા તો ઠીક, બધા બાળકોનું માનીતું ગીત, કારમાં-ઘરમાં ટેપ રેકોર્ડર ઉપર વારંવાર સાંભળતાં. મેઘધનુષની કેસેટમાં વારંવાર સાંભળવું ગમે તેવું સરસ ગીત છે.

  4. સરસ બાળગીત, પૌત્રને પણ આનદ કરાવી શક્યો, આપનો આભાર…………

  5. આ બાળગીત સામ્ભળવાની બહુ મઝા આવી. અને તે પણ એક બાળકના સ્વરમા ગવાયુ એટ્લે વિશેશ.

  6. wahhh… roj ghare avti khisakoline joine aa geet gaati pan akhi nahoti yaad… maja avi gai… balpan yaad aavi gayu… thax… chadiyo pan gavanu game… evi ghani kavitao aa umare pan gavanu game chhe..

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *