બાલલીલાનું ગીત – રમેશ પારેખ

જેમ મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ગીરનાર-જુનાગઢનો reference ઘણો જોવા મળે, એમ રમેશ પારેખના ગીતોમાં અમરેલી ઘણી unique રીતે જોવા મળે ખરું..! પેલું મૂછ્છ ગીત યાદ છે ને?

મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા…
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા…

અને મને તો આ ગીતની શરૂઆત જ ગમી ગઇ..! ફોઇ-ભત્રીજા(કે ભત્રીજી)નો નાતો આમ તો કેવો વ્હાલડો..! અને તો યે ગીતમાં ફોઇ આવતા હોય એવું તો પહેલી જ વાર મળ્યું..! ચલો, એ જ બહાને તમારા ફોઇને.. કે તમારા ભત્રીજા-ભત્રીજીને યાદ કરીને એકાદ ફોન કરી દેજો..! 🙂

****

આખું અમરેલી ગામ મારી ફઇ

આંગણમાં પંખીના તોરણ બંધાવ્યા, કૈં કંકુથી રંગાવ્યાં બારણાં
મહુવાથી મંગાવ્યા સીસમનાં પારણાં ને એમાં બિછાવ્યાં ઓવારણાં
ઝુલાવ મને મુંબઇના ઘુઘરાઓ દઇ…

ગાલ ઉપર કોયલનું ટપકું કરીને મારી આંખમાં બે પારેવાં આંજતી
મારે કાજ બદલી એ પોતાનું નામ મારા પીળાં રમકડાઓ માંજતી
ઢબૂરે મને ચૂમીની પાંદડીઓ મંઇ !

9 replies on “બાલલીલાનું ગીત – રમેશ પારેખ”

 1. Tanay says:

  “Superlike”

 2. sima shah says:

  સરસ………

 3. Deepti Mehta says:

  ગાલ પર કોયલ નુ ટપકુ કરેી ને મારેી આખો મા પારેવા આન્જ્યા….શબ્દો નેી રમત જ કે બેીજુ કઈ….

 4. ashalata says:

  સરસ—-

 5. Maheshcandra Naik says:

  સરસ બાળગીત……………….

 6. chandrakant Lodhavia says:

  જયશ્રીબેન,
  May 7th, 2011, બાલલીલાનું ગીત , રમેશ પારેખ. સુંદર. બે કડીમાં બાળપણ. ફઈ, પારણું ને વ્હાલનું વરસવું. આપણે ત્યાં રિવાજ હતો કે નામ તો ફઈ પાડે, તે પણ એક નાનકડા ઉત્સવનો પ્રસંગ ગણાતો. નામ પાડતી વખતે બાળકને ઘોડિયાના ખોળીયા મુકી ચાર ખુણે ચાર કુટુંબી ખોળીયું હાથે જુલાવતા ને બોલતાં “ઑળી જોળી પિપળ પાન ફઈએ પાડ્યું જિગર નામ.”

  મને યાદ છે કે મારી બા મને જ્યારે જ્યારે મામા ને ઘેર (કાલબાદેવી રહેતાં ને મામાનું ઘર પારલા લોકલ ઈલેકટ્રીક ટ્રેનની મુસાફરી કરાવી લઈ જતાં) તે યાદ તાજી કરાવી દીધી. મામાને ઘેર નાનીમાં કહેતા જેટલી માસીની સખી તે બધી મારી માસી ને જે બધા મામાના મિત્ર તે બધાં મારે મામા જ કહેવાનું. આજે મારાં એવા ઘણાં મામા માસી હયાત છે જેઓ મને આજે ભાણીયા જ તરીકે ઓળખે છે. આવા ગીતોને રાગ અપાય તો સોનામાં સુગંધ ભળે.

  સુંદર બાળપણમાં ડૂબકી મારવાનો ખૂબ આનંદ આવ્યો.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 7. Ranjitved says:

  આખ ગેીત્…! મત્ર બેજ કદિ મા વર્નન સચોત્…મરુ મોસલ્.બહેન નુ સાસરુ…અને..ઇન્દિરા નુ પિયર પન અમરેલિ…!હજિ પન અવર નવર્..જૈયે પન ખરા..રમેશ ભૈ ના ગેીતો ગમેચ્હે..અને..તહુકો મા થિ અમે સામ્ભલિયે ચ્હિયે..અને ખસ વાત્..ાપે જેનિ સાથે વાત કરિ હતિ તે…મરો પુત્ર મનિશ નિ ફૈબા નુ ઘર્..”તુન્કુ ને તચ્..”જય્શ્રેી ક્રિશ્ન…

 8. Rekha shukla(Chicago) says:

  ગાલ ઉપર કોયલનું ટપકું કરીને મારી આંખમાં બે પારેવાં આંજતી
  મારે કાજ બદલી એ પોતાનું નામ મારા પીળાં રમકડાઓ માંજતી
  ઢબૂરે મને ચૂમીની પાંદડીઓ મંઇ !….
  વાહ શુ સુન્દર રચના…કવિની કલ્પના પણ કેવી સુન્દર્..! મન ખુશ થઈ ગયુ..!!

 9. જ્યાઁ ન પહોઁચે રવિ….ત્યાઁ પહોઁચે કવિ !
  જ્યાઁ ન પહોઁચે કવિ…ત્યાઁ પહોઁચે અનુભવી…
  શ્રેી.રમેશ પારેખમા કવિ ને અનુભવી બન્ને છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *