પાનખર – વિહાર મજમુદાર

શબ્દ : વિહાર મજમુદાર
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : વિહાર મજમુદાર – નિનાદ મહેતા

પાનખર...  Photo by Vivek Tailor
પાનખર... Photo by Vivek Tailor

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

સ્વપ્નમાં ચીતરી રહું લીલાશને હજી
ત્યાં ખરે તુજ નામના ટહુકાઓ આસપાસ

છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
ધારણા રેતી બની પથરાય આસપાસ

દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ

પાનખરની શુષ્ક્તા પથરાય આસપાસ
પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ

15 replies on “પાનખર – વિહાર મજમુદાર”

  1. શબ્દોમાં વ્યક્ત થયેલી ઉદાસીને સ્વરાંકન ઘેરી વધુ ઘેરી બનાવે છે. ગાર્ગી વોરાનો સ્વર ગઝલમાં ઊંડેઊંડે ખેંચી જાય છે. ટીમને અભિનંદન….

  2. કવિતા સુંદર પણ ગાયકી તો સોનામાં સુગંધ…

    વાહ… અમેરિકામાં વતન જીવી ઊઠ્યું એમ લાગ્યું…

  3. વિહાર મજમુદાર ની શબ્દ છબીઓ, વિવેકભાઈના ચિત્ર/ફોટોને અનુરૂપ ઉદાસીના ઘણાં
    ચિત્રો દોરી આપે છે.ગાર્ગીબેન નો શરૂઆતનો આલાપ અને સ્વર ભીના છે…વાતાવરણ રચી
    આપે છે …મૂડ મીજાજને અનુરૂપ…આ વખતે ચાર વખત કોઈ ગીત સંભાળવાનો લ્હાવો લીધો!

    વાહ!દિલની લાગણીયો અક્ષર બની ટપકી …
    “દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
    ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ”……

    ડો.જગીપ ની કમેન્ટ્સ…પાનખરની વિવિધ વ્યાખ્યાઓ આપી જાય છે…તો વસંત શેઠ…પણ સરસ
    ટાંચણ :-

    “લોહીના સંબંધો બંધન બની ગયા,
    ધન-દોલત કારણ બની ગયા,
    સહરા ક્યાં રણ હતુ ?
    નંદનવન કાં રણ બની ગયું?”:- ખરેખર સ્પર્શી ગયા!!!
    તેમણે અભિનંદન!!!
    તમે સહુ જે આવા સારા અવસર સર્જી આપો છો તેઓને પણ હાર્દિક અભિનંદન અને આશીર્વાદ અને
    સર્વેશ્વરને પ્રાર્થના કે:-

    “ઘણા અરમાન પૂરા કરે આપ સહુના!!!”
    -લા’કાન્ત.

  4. ડો.જગદીપ,
    અભિનન્દન ! સુન્દર શબ્દો, સ્વરાન્કન કરવા લલચાવે તેવા!
    સ્પષ્ટ-પ્રોત્સાહીત કરે તેવા પ્રતિભાવો માટે સૌનો આભાર.
    વિહાર મજમુદાર

  5. પાનખરની શુષ્કતા પથરાય આસપાસ
    પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ
    શ્રી ગાર્ગીબેનનો સ્વર, સરસ સંગીતમય રચના સાથે આનદ થઈ ગયો………. પાનખરમા પણ વંસતનો અનુભવ કરાવી જાય એવી રચના….

  6. “છાલકો પગરવ તણી વાગે છે ક્યારની ….” બહુ જ સુંદર, વિહાર!

  7. વાહ!દિલની લાગણીયો અક્ષર બની ટપકી …
    “દર્પણો ફૂટી ગયા સંબંધનાં હવે
    ને પછી ચેહેરા બધા તરડાય આસપાસ”……

    લોહીના સંબંધો બંધન બની ગયા,
    ધન-દોલત કારણ બની ગયા,
    સહરા ક્યાં રણ હતુ ?
    નંદનવન કાં રણ બની ગયું?

  8. એક પીળું પાંદડું મારા તરફથી….

    વૃક્ષ લીલું સહેજ પણ ફરકે નહીં….એ પાનખર
    સાવ અંગત , હોઠમા મલકે નહીં….એ પાનખર

    વાયરો ચૂમે અને ઝાકળ કરે અભિષેક, પણ
    સુર્યના સ્પર્શે પ્રથમ, મહેકે નહી….એ પાનખર

    હોઠ તરસ્યા, મસ્ત સાકી, ને છલોછલ જામને
    મૈકદે મૈકશ, છતાં ઉચકે નહી….એ પાનખર

    કેટલાં કામણ કરે પ્રશ્નોત્તરી સામે ઉભી
    ને અચળ દર્પણ કદી બહેકે નહી….એ પાનખર

    ઢોલ ધ્રબકે, હોંશ વરસે, ધૂળ ઉડતી પાદરે
    મોરલા ચિતરેલ જો ગહેકે નહી…. એ પાનખર

    વણફળી ઈચ્છાઓ, શમણાં, ઓરતા ભારેલ છે
    તોય પણ મારી ચિતા ચહેકે નહી….એ પાનખર

  9. છાલકો પગરવ તણી વાગે છે ક્યારની
    ધારણા રેતી બની પથરાય આસપાસ…પાંપણે તારું સ્મરણ છલકાય આસપાસ….ખુબ જ સુંદર રચના…સ્વર અને સંગીત…..

  10. ગાર્ગિબેન ના સુમધુર કન્થે શાશ્ત્રિય પધતિ થિ ગવાયેલિ આ ક્રુતિ અવિસ્મર્નિય બનિજ ગૈ એમા બે મત હોઇ શકેજ નહિન્..!!વર્નન પન આબેહઉબ ચ્હેજ મઝુમ્દાર ભઇ ને પન અભિ નન્દન્..આમે યાદ કર્તા હતા કે હજિ સુધિ જય્શ્રિબેન કેઅમિત્ ભૈ આવ્ય કેમ નહિ? જયશ્રિક્ર્રિશ્નન…શુભ રાત્રિ..પ્રસ્તાવના કેમ નથિ? પાન ખર ને પન આન્યાય્?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *