નીકળી જઈશ – હરીન્દ્ર દવે

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.

– હરીન્દ્ર દવે

5 replies on “નીકળી જઈશ – હરીન્દ્ર દવે”

  1. કેમ હમેશા ઓગલિ જવનુ જ નસિબ મ હોય ચે?

  2. કવિ શ્રી હરીન્દ્રભાઈની કલમ – સુંદર ગઝલ – ક્યા બાત !

  3. વાહ..ભાઈ વાહ…યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ….
    કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ….
    બસ આવી ને આવી શબ્દો ની ઉજાણી કરતા જ રહીયે…!!!!

  4. સરેરાસના માણસ જાગે તે સારુ
    આશા જ્વાળ પ્રગટે તો સારુ
    ગીતા ધર્મ સમજે તો સારુ
    ધર્મ પ્રેમ જાગે તો સારુ
    ધર્મ ધજા પકડે તો સારુ
    દેશ પ્રેમ જાગે તો સારુ
    સન્ગઠન થાય તો સારુ
    અધર્મીઓ હારે તો સારુ

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *