પાનખર -હરીન્દ્ર દવે

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

વિલુપ્ત ગુંજનો થતાં
રહ્યા પ્રસન્ન રાગનાં,
લહર ગઈ સમેટી શ્વાસ
મ્હેકતા પરાગના;

છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

હવે બિડાય લોચનો
રહેલ નિર્નિમેષ જે,
રાત અંધકારથી જ
રંગમંચને સજે,

હ્રદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

-હરીન્દ્ર દવે

7 replies on “પાનખર -હરીન્દ્ર દવે”

  1. જુનુ ગીત યાદ આવ્યુ , મને પાનખર બીક ના બતાવો…………..
    ખુબ જ સુદર.

  2. હરીન્દ્ર દવેનુ આ કાવ્ય બહુ ગૂઢ છે.નિગૂઢ શબ્દ્ નો પ્રયોગ જ આ બતાવી આપે છે.પાનખરની ઋતુ ઍટ્લે બાગ ઊજ્જ્ડ.કયો બાગ?જિન્દગીનો?બીડેલા પોપચા, રાતનુ અન્ધારુ જિન્દગીના અન્તનો સન્કેત કરે છે. અને તેથી જ કોઈને પામવાની પ્યાસ છે પરમાન્દને પ્રાપ્ત કરવાની ઝ્ન્ખના છે.ખુબ સુન્દર મિસ્ટીક કાવ્ય.

  3. સ્પર્શ પાનખરતણો શુઁ આસપાસ છે !વાહ !દર્શન ગજબનુઁ છે !
    ખૂબ આભાર સૌનો !

  4. ભૌજ સરસ પન્ખર નિ વાત , આ ગિત બહુજ ગમ્ય બનિ રહેસે ……..આભ્હાર , અને , અભિનદન ……….

  5. લગા લગાના લયાત્મક આવર્તનો આ ગીતને એક અદભુત અને એવી મજબૂત રવાની બક્ષે છે કે ગણગણ્યા વિના વાંચવું જ અશક્ય બની રહે…

    વાહ !!

Leave a Reply to Jayant Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *