મથુરાથી ઉડીને મોરપિચ્છ એક …. – શ્રી હરીન્દ્ર દવે

સ્વરકાર – ગાયક : બ્રિજેન ત્રિવેદી.

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક ઓલ્યા ગોકુળ ની ગલીએ લેહેરાયું
અંધારી રાતે જોયું વીજળી નાં ચમકારે , એને ઝીલવાને દોડી ગયો વાયુ

લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું

કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ

13 replies on “મથુરાથી ઉડીને મોરપિચ્છ એક …. – શ્રી હરીન્દ્ર દવે”

  1. વાહ અતિ સુન્દર , ક્રિશ્ન મલવા આવે તેવો અનુભવ થાય. આભાર્

  2. વાહ ખુબ સરસ રચના ચ્હે. અને અટલો જ અદભુત આવાજ મા ગવાયેલુ ચ્હે.

  3. સરસ ભજન, અને શ્રી બ્રિજેનભાઈનો અવાજ પણ ખુબ કર્ણપ્રિય બની રહે છે, અભિનદન્……..આપનો આભાર્………….

  4. બ્રિજેનભાઈને સુંદર સ્વર રચના અને ગાયન બદલ અભિનંદન. શબ્દો અને સ્વર રચના ભેગા મળી શ્રોતાને પૂર્ણપણે ગોકૂળમાં પહોંચાડી દે તેવી છે.

  5. ઓ વાઉ કેટલી સુન્દર રચના,શબ્દોને મમળાવો ને ઔર આવે મજા….અનુભુતિ અભિવ્યક્તિ
    ની અને શબ્દનો ખજાનો તો તાદ્ર્શ્ય વર્ણનમા વણી ને પિર્સ્યો.દિલમા થૈ ઉજાણી..મનગમતી પંક્તિઓ ચોરી લે ચિત્તડું…રે મન મોરપિંછે શુ મોહ્યુ કે જાણે જનમ જનમ થી જોયુ…

    કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
    નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
    રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ…

    મારી લખેલી બે કડી મુકુ છું…આવતા મે જાતા મારગ વચ્ચે કાનો ગોપિયુ છેડે…
    એ હાલો હાલો ગોકુળ ગલીઓ મા જઈએ..!!!!

Leave a Reply to M.D.Gandhi, U.S.A. Cancel reply

Your email address will not be published. Required fields are marked *