મા, મને છત્રી લઇ આપ તું એવી….

આજે બાળદિનના દિવસે બાળગીત સાંભળાના રહી જઇએ એ ચાલે ? અને બાળકોની દુનિયાનો એક ઘણો અગત્યનો હિસ્સો એટલે વરસાદ, કાગળની હોડી, છબછબીયા, છત્રી…

chhatri.jpg

.

મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી
ઝરમરનો કક્કો એ જાણું નહીં
ને તોયે મુશળધાર મેઘ લાઉં દોરી

હે છત્રી ઓઢીને મા ચાલી હું,
લીલાછમ વગડાને વીણવા
ઝાડે ઝાડે જઇ હું ઉભી રહું,
ધોળા ફોરાના ફૂલડાને ઝીલવા

ગુંથી દે મઘમઘતો ગજરો
મા વીજળીની દોરી લાઉં ચોરી
મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી

હે ઘાસમાં ગોળગોળ મારું ગોઠીમડા
ને વાદળના હીંચકે હીંચું
ચાતકના ટોળા જો આવે ફરફરતા
તો આખું આકાશ એને સીચું

ટપ ટપ ટપકે છે નેવાં
કે છત્રીએ વળગી છે આજ એક છોરી
મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી

મારી છત્રીએ સાત સાત રંગ
ભીના ટહુકાના ગીતડા ગાય
કાગળની હોડીમાં બેસી બેસીને
ઝીણા સોણલાઓ આવે ને જાય

છબછબીયાં કરવા દે, કપડા ખરડવા દે
વાદળ ઘસીને થઇશ ગોરી
મા મને છત્રી લઇ આપ તું એવી
કે પલળી પલળીને થાઉં કોરી

10 replies on “મા, મને છત્રી લઇ આપ તું એવી….”

  1. ખરેખર વરસાદ ની મોજ કરાવી દીધી તમે તો

  2. ખૂબ જ સરસ,સુંદર અને સરળ ભાવવાહી બાળગીત…..
    વાંચીને બાળપણ યાદ આવી ગયુ?….,ના………..
    હું પોતે જ નાની થઈ ગઈ………
    આભાર……….

    સીમા

  3. Khub aj saras balgeet che me tou aa geet pehli vaar sambhadyu che pan khub aj maaja avi gai.Really je jaadu apna gujarati balgeeto ma che avo jaadu english poems ma nathij.Khub aj saras!!Ava balgeeto amara jeva balako mate post karta rehjo Jayshree didi !!…….

Leave a Reply to sima shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *