છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.

*************

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-’શેષ’ રામનારાયણ પાઠક

( આભાર – પ્રભાતના પુષ્પો)

8 replies on “છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક”

  1. This is one of the milestone KAVYA RACHANAA of Gujarati literature.
    I first read this when I was in 9th grade. Still relish it. My Gujarti teacher made this
    poem so sensitve even in those days…today it is equally or more
    emotional…!

  2. જીવન-મૃત્યુની ઘટમાળને જોવાની કવિદ્રષ્ટી અને સચોટ નિરુપણ……..
    આપણને પણ છેલ્લી યાત્રા માટેની તૈયારીનુ માર્ગદર્શન આપી જાય છે………કવિશ્રી પાઠકને સ્મરાંણજલી અને સલામ્……………

  3. જીવન-મૃત્યની સત્યતાને સ્વીકારીને જીવનના દરેક ઘટકને માણતા રહો.

    સુન્દર…

  4. જન્મની સાથેજ જે સ્ત્ય છે તે મૃત્યુનું
    નિરુપણ કરાવી કવીએ મિઠો ઠપકો
    આપી જીવનની સાર્થકતા સમજાવી દીધી છે.

Leave a Reply to jayantilal batt Cancel reply

Your email address will not be published. Required fields are marked *