મારા પરિચયની કથા – મનહર મોદી

એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા

મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા

એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા

એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

– મનહર મોદી

3 replies on “મારા પરિચયની કથા – મનહર મોદી”

  1. વિવેકભાઇ….ભલે પધારો અમેરિકા !
    સ્વાગતમ્….સ્વાગતમ્…સ્વાગતમ્ !

  2. શ્રી મનોહરભાઈની ખુબ સુન્દર રચના..મારા પરિચયની કથા…એમણે મુજ સ્થાન સમજાવી દીધું આંગળીથી નખ કરીને વેગળા…બહોત ખુબ..!!!
    અહીં મુકુ છું ત્રણ કડી મારી રચનાની…

    થીરકતી બારિશ કી બુંદે, સિસકતે ચાહતકે નગમે,
    રિશ્તા થા જો તોડા બેદર્દને, દિવાના હુઆ કેહતે હૈ દિવાને,
    અપના જો આજ બેગાના હુઆ હૈ, નૈનસે ટપક્તે આંસુને બતાયા હૈ
    રેખા શુક્લ(શિકાગો)

    અને બન્યુ એવુ કે આ બીજી મારી કવીતા પણ લખાયેલી ગયા વર્ષે તે પણ અહીં રજુ કરુ છું…

    ખોદે છે રોજ કબર તું ને કેમ્ જીન્દગી ઝંખે છે ???
    કરે છે ડોકિયા કબર માંથી ને મોતથી તું ડરે છે??
    ઉગે છે રોજ નવા રિશ્તા ને હ્રદયથી દુર તું કરે છે??
    જરુરત તે પ્રેમ છે, તે તું મને કહે છે???
    તુટે છે રોજ નખ ને આંગળા તું દુર કરે છે??
    ફરી ફરીને એટલું ન સમજયું, જીન્દગી નહીં તું જી-વન કેમ ગોતે છે???
    રેખા શુક્લ (શિકાગો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *