ચઢો રે શિખર રાજા રામનાં – ચંદ્રવદન મહેતા

ચં.ચી. મહેતા ના નામે જાણીતા આપણા કવિ-સાહિત્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાની આજે જન્મ શતાબ્દી. (જન્મ તારીખ April 6, 1901). એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ગીત. ગીતની પહેલી જ પંક્તિ વાંચો અને ‘પઢો રે પોપટ રાજા રામના…’ યાદ આવી જાય..! પણ જેમ જેમ ગીત આગળ વાંચશો – ગીત તમને એક જુદા જ શિખર પર ચોક્કસ લઇ જશે.

******

ચઢો રે શિખર રાજા રામનાં.
ઈ રે શિખરે સૂરજ એકલો શેણે ચઢે રે પરભાત !
અલ્યા ઊભો રહે અમે આવીએ, પછે તારી છે વાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

જો રે સોનાજાળી પાથરી, એમાં ઝીણી ઝીણી ભાત,
એવી મઢશું અમે જાતડી, ચઢી સૌ મળી સાથ :
ચઢો રે શિખર રાજા રામનાં.

ત્યાં તો પરચંડા વાયરા, કેવા વીંઝે દિનરાત !
અલ્યા તને બિવડાવશું તારી તે શી વિસાત ?
ચઢો રે શિખર રાજા રામનાં.

રામનામ સૌ હઇડે ધરો, ડાંગ ધરો રે હાથ,
ડેરો ઠોકો ને ડગ ભરો, જેની માનવીની જાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

સૂરજ પ્હેલાં મથી આપણે બાંધી દઈએ મ્હોલાત,
છો ને ચઢે પછી એકલો, એ રે ઊતરશે પછાત :
ચઢો રે શિખર રાજા રામનાં.

– ચંદ્રવદન મહેતા

15 replies on “ચઢો રે શિખર રાજા રામનાં – ચંદ્રવદન મહેતા”

 1. Ranjitved says:

  “CHADHO RE SHIKHAR RAJA RAMNA…”HOW NICE OF YOU JAYSHREEBEN….THE PERSON FOR WHOM…I REMEMBER HIM ALWAYS…SHREE CHANDRAVADAN BHAI WAS OUR TEACHER IN ALL INDIA RADIO..!! BOMBAY..HE HAD SELECTED ME TO PARTICIPATE IN DRAMMAS…GEET …KAVITAS…UNDER SUPERVISON OF SHREE BARKATALI VIRANI,SHREE DHIRUBHAI DANI AND SHREE MAGANLAL TANSAKAR…I STILL PUSSES THE HAND WRITTEN LETTERS OF SHREE CHANCHI MEHTA…IN MY FILE AT PUNE…EVEN POST CARDS WRITTEN TO ME ARE ALSO STILL IN MY FILE AT PUNE RESIDENCE..!!JAYSHREE KRISHNA…

 2. chintan says:

  ખૂબ જ સરળ….

 3. Rekha shukla(Chicago) says:

  ખુબ સુન્દર શિખરની ટોચ પર લઈ જાય છે આ ગીત પણ આ બે કડી ઘણી મજાની છે…
  જો રે સોનાજાળી પાથરી, એમાં ઝીણી ઝીણી ભાત,
  એવી મઢશું અમે જાતડી, ચઢી સૌ મળી સાથ :
  ચઢો રે શિખર રાજા રામનાં….

  રામનામ સૌ હઇડે ધરો, ડાંગ ધરો રે હાથ,
  ડેરો ઠોકો ને ડગ ભરો, જેની માનવીની જાત :
  ચઢો રે શિખર રાજા રામનાં…..

 4. Himanshu says:

  Pleased to read C.C’s poem. Hope to read more of him in future. Particularly,Ella Kavyo. Regarding Padho re popat raja Ram na, reminded me of comedy song he has written in AAG GADI. Situation has a parsi chracter reciting improvisation in a parsi boli. I think it is most enjoyable and one can not stop laughing loud. I find shri Ranjit Ved’s recall precious. He may share C.C’s letters written to him after edditing, if required.Thanks!-himanshu.

 5. Suresh Vyas says:

  રચના સારી છે
  કવિ પણ મોટા છે
  શબ્દો પણ સમજાય છે
  પણ કવિ શુ વાત કહેવા માગે છે
  તે મને તો ખબર ના પડી.

  ‘સ્કન્દ’

 6. Jayshree says:

  એન્જોય રઇદિગ

 7. મનભર,મદભર ગેીત છે.શ્રેી.રેખાબહેને જણાવેલ
  પઁક્તિઓ મને પણ ગમી.આભાર સૌનો…….

 8. ચં.ચી. મહેતા વડોદરા મ્યુઝિક કૉલેજના મારા છેલ્લા વર્ષના ફઈનલના પરિક્ષક હતાં.માર્કંડભટ ડીન હતાઆને હમણા ડીનશીપમાંથી નીકળ્યા તે
  મહેશ ચંપક્લાલ શાહ એકજ બેન્ચ પર બેસ્તા હતા-ઘણું યાદ આવ્યું,આભાર.
  Suresh Vyas
  April 7th, 2011 at 6:54 am
  પણ કવિ શુ વાત કહેવા માગે છે
  તે મને તો ખબર ના પડી.
  કાવ્યમાં જીવનની મથામણમાં કેવળ દૈવિ શક્તિજ નહીં પણ માણસની પોતાની મજુરી પણ જરુરી છે તેવો એક સુર સંભળાય છે,
  ઈ રે શિખરે સૂરજ એકલો શેણે ચઢે રે પરભાત !/
  રામનામ સૌ હઇડે ધરો, ડાંગ ધરો રે હાથ,
  ડેરો ઠોકો ને ડગ ભરો, જેની માનવીની જાત :

 9. Ranjitved says:

  SHREE HIMANSHUBHAI,THE LETTERS ARE STILL WITH ME IN MY PUNE RESIDENCE,I WILL SURELY SEND TO TAHUKO,WHEN I GO TO PUNE… AT PRESENT I M IN ROSEVILLE CALIFORNIA..HENCE THIS CLARIFICATION..THANKS FOR MEETING U THE WAY U SELECTED..!!JAYSHREE KRISHNA..RANJIT VED..NEEDLESS TO SAY THAT ONLY JAYSHREEBEN IS THE PERSON WHO CAN REMEMBER …EACH AND EVERY WRITTER…AND THROW!s LIGHT..ON “JIVAN ZARMAR..”HAS ANY ONE THOUGHT OF JAYSHREEBEN & AMITBHAI ?HOW THEY ARE SUBMITTING…..THE MATTER?NO DOUGHT OF EXCELLENT…PERFORMANCE ….!!RANJIT VED.

 10. Ranjitved says:

  I ALSO REQUEST TO ALL THE INTERESTED READERS AND VIEWERS AND ANY ONE WHO ENJOYS “TAHUKO” ITEMS, PL SUPPORT JAYSHREEBEN TO GIVE..”INTRODUCTION ” OF EACH WRITTER,SINGER,ARTIST,…ALONG WITH MAXIMUM AVAILABLE INFORMATION…IS MY REQUEST..JAYSHREE KRISHNA……RANJIT VED.

 11. deepak sharma says:

  સુન્દર રચના

 12. mahendra bhakta says:

  ચન્દ્રવદન એક ચીજ ઉમાશંકર જોશી
  ચન્દ્રવદન એક ચીજ
  ગુજરાતે ના જડ્વી સહેલ.
  જ્યાં પેઠા, ત્યાં ઊધડે મહેફિલ્.
  જ્યાં બેઠા, ખુસ્બો ત્યાં દિલ દિલ,
  એક ગાઉ લગી ગમગીની
  શકે ન ડૂંકી.
  ચન્દ્રવદની એક રોતી આંખ…
  બીજી જગત તમાશો જોતી,
  તાર તાર થઈ એકરુપ સાથે નાચે,
  જીવનનો રશ બિન્દુબિન્દુ બધેથી ચાખે.
  ીક આંખ નિરંતર ભીતર રડતી,
  સતત જ્ગુરતી, શું ખૂટે છે?
  દુનિયા ઊઘડે પગ આગળ ને કદી ન પુરતી

  વિરલ મિત્ર,
  એક અલકમલકની ચીજ
  ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન્

 13. Mahendra Mehta says:

  Thanks for remembering CC Mehta
  Hope you can post his eela kavyo in future
  I also enjoyed his ” Bandh Gatharia” series in Kumar

 14. Maheshchandra Naik says:

  શ્રી ચ્ં ચી મહેતાને સ્મરાંણજલિ અને સલામ, એમના ઈલા-કાવ્યો એટલા જ લોક્પ્રિય અને પ્રચલિત હતા એ જમાનામા જેટલા સુરતના શ્રી ધનસુખભાઈ મહેતા સાથેના બાંધ ગઠરીયા દ્વારા જે લેખો પ્રાપ્ત થયા હતા…………….ઉતરાણની કોમેન્ટરી પણ ખુબ આનદદાયક બની રહેતીનુ સ્મરણ થાય છે……………..

 15. Pushpakant Talati says:

  કવિ શું કહેવા ધારે છે તે બાબત હું કાંઇક આવું સમજ્યો. +++ ==

  સુરજ એકલો કેમ ચઢે !? આપણે માનવ શું કાંઇ કમ છે ? – માનવ ઈચ્છે તો શું ન કરી શકે ? તે માટે માત્ર શુધ્ધ અને સાત્વિક નિષ્ઠા જ ફક્ત જોઈએ.
  સોનાજાળી વાળી પંક્તિઓ માં ઝિણિ ઝિણિ ભાતવાળી સોનાજાળી માં(થી) જાતને મઢવાનું (સાંકેતિક રુપવાળું)આ કામ સૌ સાથે મળી કરવાનું નીરૂપી TEAM WORK નાં સિધ્ધાંત ને ઉજાગર કર્યો છે.
  પરચંડા વાયરા વાળી પંક્તિઓમાં કવિ ગમે તેવા દારુણ અને અતિવિશાળ ઝંઝાવાતો સામે પણ બાથ ભીડવાનું કૌવત માનવમાં સુશુપ્ત રીતે પડેલું જ છે તેની પ્રતિતી કરાવે છે અને પરચંડા વાયરાઓને કહે છે કે ‘અલ્યા, અમો માનવ માનવી સામે તારી તે શી વિશાત ?!!’
  છેલ્લે કવિ એક ઉમદા પથદર્શક થઈ સુચન કરે છે કે બધુંજ શક્ય છે – NOTHING IS IMPOSSIBLE – કારણ કે IMPOSSIBLE માં જ I AM POSSIBLE નો સમાવેશ થાય છે; ખરુ ને ? BUT DO NOT FORGET ALMIGHTY GOD {GOD means Generator, Operator & Distroyer)યાને કે બ્રહ્મા, વિષ્નુ તથા મહેશ.ભગવાન રામનું નામ હૈયે ધારણ કરી હાથમાં ડાંગ એટલે કે લાઠી લઈ નીકળી પડો, જીત તમારી જ છે. ” યા હોમ કરી ને પડો ફતેહ છે આગે.”
  અને અંતે વિરમતા પહેલા કવિ કહે છે કે આપણે માનવ જો ધારીએ તો સુરજથી પણ ઘણા જ આગળ નીકળી શકવા શક્તિમાન છીએ અને સુરજને પાછળ રાખી દઈ શકીએ તેવી તાકાત અને સમર્થતા કાળા માંથાનાં માનવીમાં છે જ. માત્ર માનવે ફક્ત વિચારવાનું છે કે પોતાનો ઈરાદો શું છે. વખત માનવી નો પાક્કો ઈરાદો થયો તો તે પાર પડ્યે જ છુટકો.
  – પુષ્પકાન્ત તલાટી. ૦૯૦૯૯૦૩૮૦૨૮.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *